વડોદરા-

સંસ્કારી નગરીમાં શર્મશાર ઘટના બની છે. 8 મહિના પહેલા સફાઈ કામ કરતી યુવતીને ચાકુ બતાડીને તેની ઉપર દુષ્ક્રમ કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર ઘટના પેરોલ રેલ્વે સ્ટેશનની છે કે જ્યા આઠ મહિના પહેલા યુવાન પરણીતા પર ચાકુની અણી પર સ્ટોર રૂમમાં લઈ જઈને સ્ટેશન માસ્ટરે આ યુવતી પર બળજબરી પૂર્વક બળાત્કાર કરવામા આવ્યો હતો. ત્યારે હવે જઈને આ સ્ટેશન માસ્ટર રાજેન્દ્ર વર્માની ધરપકડ કરવામાં આવી.