વડોદરા-

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં 8 સપ્ટેમ્બરના રોજ આગ લાગી હતી, આ દૂર્ઘટનામાં મોટો ખુલાસો થયો છે. આ આગની ઘટનાને લઈ તપાસ કમિટીએ 106 દિવસ બાદ રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં ધમણ વેન્ટિલેટરમાં ખામીના કારણે આગ લાગી હોવાનું FSLની તપાસમાં ઘટસ્ફોટ થયો છે.સયાજી હોસ્પિટલમાં આગના બનાવની ગંભીરતાને લઇને વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે તપાસ માટે ડેપ્યુટી કમિશ્નર સહિત ચાર સભ્યોની સમિતિ બનાવી હતી. આ સમિતિ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ સમિતિએ ચાર દિવસમાં આગની ઘટનાનો રિપોર્ટ આપવાનો હતો, પરંતુ 106 દિવસ બાદ હવે રિપોર્ટ આવ્યો છે, ત્યારે હવે કમિટી પોતાનો રિપોર્ટ કલેક્ટરને સબમિટ કરશે.વડોદરાના સયાજી હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં સપ્ટેમ્બરમાં લાગેલી આગમાં મોટો ખુલાસો થયો છે. FSLના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એસ. એસ. જી. હોસ્પિટલમાં આગ ધમણ વેન્ટિલેટરને કારણે લાગી હતી. વેન્ટિલેટર અને કોમ્પ્રેસરમાં ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હતી.