વડોદરા-

પ્રથમ રાઉન્ડમાં ભાજપે 17 બેઠક જીતી છે, જ્યારે કોંગ્રેસે 7 બેઠક પર જીત મેળવી છે. બીજા રાઉન્ડ શરૂ થતાની સાથે મતગણતરી કેન્દ્ર બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે. મળતી માહિતી મુજબ વડોદરામાં વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવારના પેનલની જીત થઇ છે. આ અંગે જીતેલા ઉમેદવારો જણાવ્યું કે, પ્રચાર દરમિયાન અમારું જે પ્રકારે સ્વાગત કરવામાં આવ્યું હતું, તે રીતે જ લોકોએ અમને જીત અપાવી છે. આ સાથે જ તેમણે ભવિષ્યમાં મતદારોનો વિશ્વાસ પૂર્ણ કરવા અંગેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કુલ 19 વોર્ડ અને 76 બેઠકો છે. જેમાંથી 38 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ વડોદરામાં કુલ 14, 46, 212 મતદારો હતા. જે પૈકી 7, 40, 898 પુરુષો, 7, 5, 110 મહિલા 204 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.