વડોદરા-

શિક્ષક દિન નિમિત્તે દેશના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય છે જે અંતર્ગત વડોદરા શહેરના એક શિક્ષકને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે

વડોદરા શહેરની શાળા નવરચના સ્કૂલ ના શિક્ષિકા કુ. સપના ઐયરને શિક્ષણ દિન નિમિત્તે દર વર્ષે શિક્ષણ મંત્રાલય (અગાઉ એમએચઆરડી), નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલા પ્રતિષ્ઠિત સીબીએસઈ શિક્ષક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. શિક્ષક દિવસ 2019 માટે 48 એવોર્ડ જાહેર કરાયા હતા અને સપના ઐયર એ ગુજરાતમાંથી પસંદ થયેલ એકમાત્ર શિક્ષક છે. આ આપણા બધા અને નવરચના એજ્યુકેશન સોસાયટી તેમજ વડોદરા માટે ખૂબ ગર્વ ની વાત છે.