વડોદરા-

હાલ આખા ભારત દેશમાં કોરોના ને કારણે મહામારી ચાલી રહી છે ત્યારે દવાખાના માં વપરાતી રેમડેસેવીર ઇન્જેક્શન ની ખૂબ જ જરૂરિયાત રહે છે તેથી બજારમાં ઘણા ઈસમો આ ઇન્જેક્શનની કાળા બજારી કરે છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરી ઇન્જેક્શન ની તંગી નો ફાયદો ઉઠાવીને કાળા બજારી કરી રહ્યો છે. આ બાતમીને આધારે એક ડમી ગ્રાહક ઉભો કરી હકીકત જાણવા માટે પોલીસે એક ષડયંત્ર રચ્યું. ગોત્રી મેડિકલ ખાતે તે છટકું ગોઠવી આરોપી સોહીલ દરબાર ને ઇન્જેક્શન સાથે પકડી પાડેલ છે તેને પૂછતાં જાણકારી મળી હતી કે શૈલેષ ઉર્ફે રવિ પ્રજાપતિ જે ગોત્રી મેડિકલ કોલેજમાં સર્વન્ટ તરીકેની નોકરી કરે છે તેની પાસેથી 14,000 માં ઇન્જેક્શન લાવી પોતાનું એક હજારનુ કમિશન કાઢીને તે લોકોને ૧૫ હજારમાં વેચી કાઢતો હતો આ અંગે પોલીસે તેમને ઝડપી અને આગળની કાર્યવાહી ચાલુ કરી હતી.

આ ઈસમો ને શોધી કાઢવા માટે ડૉ.શમશેરસસિંઘ સાહેબ તથા ચિરાગ કોરડીયા સાહેબ, ક્રાઇમ બ્રાન્જચના જયદદપસસિંહ જાડેજા તથા ACP ડી.એસ.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્જસ્પેક્ટર એમ.આર.સોલકીની દોરવણી હેઠળ પોલીસ ઇન્જસ્પેક્ટર વી.આર.ખેરને મળેલી બાતમી પ્રમાણે સોહીલ દરબાર ગોત્રી મેડિકલ કોલેજના ઓક્સિજન પ્લાન્ટ માં ઓપરેટર તરીકેની નોકરી કરી રહ્યા છે તે પંદર હજાર રૂપિયામાં ઇન્જેક્શન ગેરકાયદેસર રીતે લાવીને તે ઇન્જેક્શન વેચવાનું લાયસન્સ ન ધરાવતા હોવા છતાં બજારમાં ઉંચા ભાવે વેચી રહ્યા છે.