વડોદરા-

ચોરીના ગુનામાં તેલંગાણાના ૬૨ વર્ષના વ્યક્તિને પકડીને ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ટોર્ચર બાદ હત્યા કરીને તમામ પૂરાવાઓ નષ્ટ કરવાના આરોપી વડોદરાના ૬ પોલીસકર્મીઓ હાજર થયા હતા.

તપાસ અધિકારી એસ.પી ગિરીશ પંડ્યાએ કહ્યું કે, આરોપી પોલીસકર્મીઓની ઓળખ પોલીસ ઈન્સ્પેક્ટર ડિ.બી ગોહિલ, સબ-ઈન્સ્પેક્ટર ડિ.એમ રબારી અને લોકરક્ષક દળના જવાન પંકજ માવજીભાઈ, યોગેન્દ્ર જિલનસિંહ, રાજીવ સવજીભાઈ અને હિતેશ શંભુભાઈ થઈ છે અને તમામે આત્મ સમર્પણ કર્યું છે. તેમને કોરોનાના ટેસ્ટ માટે મોકલાયા છે.

૧૦ ડિસેમ્બર ૨૦૧૯એ વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં કસ્ટડિયલ ટોર્ચરની આ ઘટના બની હતી. જેમાં ૬ જુલાઈની રાત્રે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એસ.જી ગોહિલ દ્વારા હ્લૈંઇ નોંધાવવામાં આવી હતી.

આરોપી પોલીસકર્મીઓએ તેલંગાણાના બાબુ શેખને ચોરીમાં સંડોવણી હોવાની શંકાએ ઉઠાવી લીધો હતો અને પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાં તેને ટોર્ચર કર્યો હતો. જેના કારણે તેનું મોત થઈ ગયું. FRI મુજબ, આરોપી પોલીસકર્મીઓએ મૃતકના મૃતદેહને અજાણી જગ્યાએ ફેંકી દીધો હતો.

આરોપીએ જાતે જ પોલીસ સ્ટેશનની ડાયરીમાં એન્ટ્રી કરીને લખ્યું હતું કે, શેખ પ્રાથમિક પૂછપરછ બાદ જાતે જ પોલીસ સ્ટેશનમાંથી ચાલીને બહાર ગયો હતો. FRI મુજબ, શેખના સંબંધી દ્વારા ૧લી જાન્યુઆરીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવાઈ હતી. છાની વિસ્તારના એક રહેવાસીની ચોરીની ફરિયાદને પગલે પોલીસ તેને ઉઠાવી ગઈ હતી.