વડોદરા-

વડોદરા શહેરમાં ગેસ લાઇનમાં લીકેજના કારણે બુધવારે શહેરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ભીષણ આગની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ શહેરના અલકાપુરીથી સ્ટેશનના ગરનાળામાં શોર્ટ સર્કિટ થતા લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એ હદે વિકરાળ બની હતી કે, કિલોમીટર દુર સુધી ઘુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ગરનાળા નજીક આગને પગલે બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. આગની ઘટનાને પગલે સાવચેતીના ભાગ રૂપે ગરનાળા પાસેથી પસાર થતી ગેસ લાઇનને બંધ કરી દેવામાં આવી હતી. જેને પગલે મોટી દુર્ઘટના ટળી હતી.  આગ લાગવાની ઘટનાને પગલે લોકોમાં ઉત્તેજના વ્યાપી હતી. જોકે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલીક ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.