વડોદરા-

શહેરના યાકુતપુરા વિસ્તારમાં એક મહિલા પર આડેધડ ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી. ફાયરિંગને પગલે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ મહિલા પર આડેધડ ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ફાયરિંગ બાદ બે અજાણ્યા વ્યક્તિઓ ફરાર થઈ ગયા હતા. મહિલાને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મહિલાનું નામ અમીનાબેન છે જે પોતાના પરિવાર સાથે યાકુતપુરા વિસ્તારમાં રહે છે. 


જોકે આ બનાવની જાણ થતાની સાથે જ વડોદરા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમ દોડી આવી હતી. પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે. ફાયરિંગને પગલે આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે આસપાસ સીસીટીવી પણ લાગેલા છે. પોલીસ હવે સીસીટીવી કબજે કરી તપાસ હાથ ધરી શકે છે.


જોકે આ સમગ્ર મામલે આ મામલે તપાસ શરૂ છે. અમીનાબેન નામની મહિલા પર ફાયરિંગ થયું છે કોણે કર્યું છે અને શા માટે કર્યું છે. તે તપાસ બાદ જ વધારે માહિતી આપી શકાશે. હાલ મહિલાને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.