વડોદરા-

કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક તરફ દર્દીઓને દાખલ કરવા માટે બેડ નથી મળી રહ્યા તો બીજી તરફ સ્મશાનમાં અંતિમવિધી માટે જગ્યા નથી મળી રહી અને એક તરફ ઈન્જેકશન અને દવાઓની અછત જોવા મળી રહી છે. ત્યારે સેનીટાઇઝની માંગ વધવાના કારણે મોટા પ્રમાણમાં કાળાબજારી થતી અટકાવવા માટે પોલીસ અને જે તે વિભાગ સઘન ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. તેવામાં વડોદરાના ગોરવાના જી.આઇ.ડી.સી ખાતે આવેલી એક ઇન્ડસ્ટ્રીમાં આજે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સેનીટાઇઝર નો ૫૦ લાખનો જથ્થો મળી આવ્યો હતો