પાદરા : વડોદરા રેન્જ આઈજીની પદભાર સંભાળ્યા બાદ હરિકૃષ્ણ પટેલે પાદરા પોલીસ સ્ટેશનની પ્રથમ મુલાકાત લીધી હતી. સ્થાનિક તંત્રના મુખ્ય અધિકારીઓ સાથે કોરોનાની મહામારીને લઈને તેમજ હાલમાં ગણેશ ઉત્સવ તેમજ મહોરમ પર્વ તેમજ હાલના તહેવારોને લઈને સમીક્ષા કરી હતી.વડોદરા આઈજીનો પદભાર સંભાળતાંની સાથે જ હરિકૃષ્ણ પટેલ વડોદરા ગ્રામ્ય વિસ્તારના પાદરા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી સાથે પોલીસવડા સુધીર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કાર્યવાહીની સમીક્ષા કરી હતી અને ઉચ્ચ અધિકારીઓ તેમજ પાદરા મામલતદાર, પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર, આરોગ્ય વિભાગ સહિતના અધિકારીઓ સાથે મિટિંગ યોજી વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરી હતી. પાદરામાં ખાતાના અધિકારીઓ સાથે પાદરામાં કોરોના વાઈરસને ધ્યાનમાં લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.