વડોદરા-

વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલા ચુનારાવાસમાં રહેતો અમિત ચુનારાએ મિત્રોની મદદથી પત્ની સપનાની ઓશિકાથી મોંઢુ દબાવી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી અમિતને પત્ની સપનાના રિકી સોલંકી નામના ખંભાતના પુરૂષ સાથે આડા સંબધ હોવાની શંકા હતી, જેના કારણે અવાર-નવાર બંને વચ્ચે ઝઘડો થતો હતો. દરમિયાન પતિએ તેના બે મિત્રોની મદદ લઇ નિંદ્રાધિન પત્ની સપનાનું ઓશિકાથી મોંઢુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ ઘટના દીકરી જીગીશા જોઈ ગઈ હતી. પિતા અને તેમના બે મિત્રો માતાને મારી રહ્યા હોવાનું જોતા જ તે રડવા લાગી હતી. પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિ અમિતે રડી રહેલી દીકરીને જણાવ્યું કે, તું રડીશ નહીં, તારા માટે બીજી મમ્મી લઇ આવીશ અને જો આ વાત કોઇને કહીશ તો તને પણ મારી નાંખીશ. ત્યારબાદ પત્ની માટે હત્યા નક્કી કરેલી રકમ બે મિત્રોને આપીને ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ અજુબાજુના લોકોના ટોળે ટોળા વળ્યા હતા. તો પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.