વડોદરા-

રૂપિયા ૨૦૦ કરોડના મ્યુનિસિપલ બોર્ડ બહાર પાડવાની મ્યુનિ. કોર્પોરેશને બજેટ થકી મંજૂરી આપેલી છે. જે માટેની જરૂરી કામગીરી અને પ્રક્રિયાઓ મ્યુનિ. કોર્પોરેશને કરેલી છે. હાલમાં મ્યુનિસિપલ બોન્ડ માટે નિયુક્ત લીગલ કાઉન્સીલ દ્વારા ડયુ ડીલીજંસ રીપોર્ટ અને પ્રાયમરી પ્લેસમેન્ટ મેમોરેંડમ તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ બન્ને વિગતો તૈયાર થયા બાદ સેબીમાં મંજૂરી મળ્યા બાદ વડોદરા કોર્પોરેશન બોન્ડ બહાર પાડી શકશે. જે માટે બોન્ડ ઈસ્યુ કમિટિની રચના કરવા કોર્પોરેશને સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે.

જેમાં ભલામણ મુજબ, કમિટિના અધ્યક્ષ તરીકે મ્યુનિ.કમિશનર રહેશે અને અન્ય ચાર અધિકારીઓ સભ્ય રહેશે.મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના બજેટ મંજૂરી દરમિયાન અમૃત યોજના હેઠલ આપવાપાત્ર ફાળાની રકમ રૂપિયા ૨૦૦ કરોડની મર્યાદામાં મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા મંજૂરી અપાઈ હતી. જે બોન્ડ અંગેની પ્રક્રિયા અંતર્ગત છેલ્લાં પાંચ વર્ષની બેલેન્સ શીટ, અધ્યતન ક્રેડીટ રેટીંગ્સ વિગેરેની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે.

હાલમાં મ્યુનિસિપલ બોન્ડ માટે નિયુક્ત લીગલ કાઉન્સીલ દ્વારા ડયુ ડીલીજંસ રીપોર્ટ અને પ્રાયમરી પ્લેસમેન્ટ મેમોરેંડમ તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. બન્ને વિગતો તૈયાર થયા બાદ સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં રજૂ કરી કરાશે. જેઓ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવાની મંજૂરી આપશે.સેબીમાં રજૂ કરવાનો થતા પ્રાયમરી પ્લેસમેન્ટ મેમોરેંડમમાં વડોદરા કોર્પોરેશને દ્વારા મ્યુનિસિપલ બોન્ડ થકી જે રકમ ઉગવવાની છે તેના સંપૂર્ણ વહિવટ માટે એક બોન્ડ ઈસ્યુ કમિટિની રચના કરવાની હોય છે. જે કમિટિની રચના સેબી નવા નિયમો પ્રમાણે ફરજિયાત છે. જેથી બોન્ડ ઈસ્યુ કમિટિ રચવાની થાય છે. જેમાં મ્યુનિ.કમિશનરને કમિટિના અધ્યક્ષ અને ચાર સભ્યોમાં ડેપ્યુટી મ્યુનિ.કમિશનર, ચીફ એકાઉન્ટન્ટ, કાર્યપાલક ઈજનેર (પાણી પુરવઠા પ્રોજેક્ટ) અને કાર્યપાલક ઈજનેર (ડ્રેનેજ પ્રોજેક્ટ)ને નિમવાની ભલામણ સાથેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટિમાં કરાઈ છે.

કમિટિ પાસે મ્યુનિસિપલ બોન્ડની સંપૂર્ણ પ્રક્રિયા માટે જરૃરી કાર્યો કરવા અને ર્નિણયો લેવા અંગેની સત્તા રહેશે. જેમાં મુખ્યત્વે બોન્ડ અમૃતના કયા કામો માટે બહાર પાડવા, બોન્ડ ક્યારે, કેટલી રકમના, કેટલા સમય માટે બહાર પાડવા અને આવેલ વ્યાજ દર સ્વિકારવા, બોન્ડ માટે જરૂરી એજન્સીઓની નિમણૂંક કરવા અને ફી નક્કી કરવા, બેંકર ટુ ઈસ્યુ અને એસ્ક્રો બેંકર નક્કી કરવા, બેલેન્સ શીટ, કેશ ફ્લો, ક્રેડીટ રેટીંગ્સ, ડયુ ડીલીજંસ રીપોર્ટ, પ્રાયમરી પ્લેસમેન્ટ મેમોરેંડમ, કરારો, ફોર્મ્સ વિગેરે માન્ય કરી સહી કરવા, બોન્ડ એલોટમેન્ટના બેસીસ નક્કી કરવા, મંજૂર કરવા, એલોટ કરવા, બીએસઈએનએસડીએલ/ સીડીએએલમાં લિસ્ટીંગ અને ડીમટીરીયલાઈઝેશન અંગેની કામગીરી, સ્ટેમ્પ ડયુટી ભરવા સહિતની તમામ સત્તાઓનો સમાવેશ થાય છે.