વડોદરા-

વડોદરાના મકરપુરા GIDC વિસ્તારમાં ઈ-બાઈક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં 1 કરોડની 150 ઈ-બાઇક બળીને ખાખ થી છે. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં મોટુ નુકસાનથયાના સમાચાર પ્રાપ્ત થી રહ્યા છે.

મળતી માહિતી મુજબ વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી જોયવોર્ડ વિઝાર્ડ કંપનીનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં મોટુ નુકસાન થયું છે. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો છે. ગોડાઉનમાં સવારે 11:30 વાગ્યાના સુમારે એકાએક આગ ફાટી નીકળી હતી. આ ઘટના અંગેની જાણકરી મળતા તુરંત જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે ધસી આવ્યા હતા. આગ ઉપર પાણીમારો ચલાવી આગ કાબૂમાં કરી હતી. જોકે, આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલા ગોડાઉનમાં રાખવામાં આવેલા ઇ-બાઇકો બળીને ખાખ થઇ ગયા હતા. ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ગોડાઉનમાં ઇલેક્ટ્રિક બાઇક હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો.