વડોદરા-

ભારતમાં કોરોનાની ત્રીજી અને સૌથી વધુ ઘાતક લહેર આવવાની તૈયારી છે. આ ત્રીજી લહેર બાળકોને સૌથી વધુ અસર કરે એવી સંભાવના છે. બાળકોના સ્વાસ્થ્ય ભારત માટે મહત્વનો મુદ્દો છે. શારીરિક સ્વાસ્થ્ય રોગપ્રતિકારક શક્તિ માટે નૈસર્ગિક સ્ત્રોત છે. ભારતમાં બાળકોના સ્વાસ્થ્ય સંબંધે ત્રણ સૌથી મોટો પડકાર છે. જેમાં વધુ પડતું વજન અને મેદસ્વીતા, હોવું જોઇએ તેથી ઓછું વજન અને સુક્ષ્મ પોષકતત્વોનો અભાવ ધરાવતાં બાળકો છે. વ્યક્તિગત, કુટુંબ, સમુદાય અને ઘર આધારિત સમસ્યાઓ પર ભલામણ પ્રદાન કરે છે. WHO દ્વારા બનાવવામાં આવેલા બાળકોમાં સ્થૂળતા વ્યવસ્થાપન માર્ગદર્શિકા વિકાસ જૂથનું લક્ષ્ય સ્થૂળતા ધરાવતા બાળકો અને કિશોરોને સંકલિત વ્યવસ્થાપન અને સંભાળ વિશે સ્થાનિક રૂપે અનુકૂળ, સ્પષ્ટ, વૈજ્ઞાનિક માહિતી, વૈશ્વિક ક્લિનિકલ અને જાહેર આરોગ્ય ભલામણો પ્રદાન કરવાનું છે. ડો. વનીષા નમ્બિયાર એક નિષ્ણાંત તરીકે ખોરાક, પોષણ અને આરોગ્યને લગતી સમસ્યાઓ પર પોતાના અભિપ્રાયો રજૂ કરશે. ડો. વનીષા નમ્બિયાર એકમાત્ર ન્યુટ્રીશનિસ્ટ હોવાથી બાળકોમાં સ્થૂળતા વ્યવસ્થાપન માર્ગદર્શિકા વિકાસ જૂથમાં મહત્વનો ફાળો આપી શકશે. તેમનું માર્ગદર્શન હાલની પરિસ્થિતિમાં અત્યંત ઉપયોગી બને છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટ્રીશન વિભાગના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભારતના જૂથમાં એકમાત્ર ન્યુટ્રીશનિસ્ટ છે અને ત્રીજા ભારતીય સભ્ય છે. વનીષા નમ્બિયારે અન્ય દેશો સાથે યોજવામાં આવેલી પ્રથમ વર્ચ્યુઅલ મિટિંગમાં હાજરી આપી હતી. તેઓ હાલમાં પબ્લિક હેલ્થ ન્યુટ્રીશ્યનના કો-ઓર્ડિનેટર તરીકે પણ કાર્યરત છે.