વડોદરા,

માધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં કામ કરતા અંદાજે 3 હજારથી વધુ કર્મચારીઓ લાંબા સમયથી મેનેજમેન્ટ સાથે વિવિધ પ્રશ્નોને લઈને વાટાઘાટો કરી રહ્યા છે. જે ચર્ચા બાદ આપવામાં આવેલી બાહેંધરીઓ ને પણ મધ્યગુજરાત વીજ કંપની લિમિટેડ ના એમ.ડી યોગ્ય સમસ્યાઓનું નિરાકરણ નહિ લાવતા હોવાના કારણે અને કર્મચારી સંગઠન દ્વારા આગામી તા. 1 જુલાઈ એ માસ સી.એલ પર જવાનો નિર્ણય લીધો છે. જે નિર્ણયને રાજ્યની 7 જેટલી વીજ કંપનીઓ ના કર્મચારી યુનિયને સમર્થન આપ્યું છે.

કર્મચારીઓએ આગામી પહેલી જુલાઈ એ માસ સી.એલ પર ઉતરી જવાનું એલાન કર્યું છે.જેના કારણે આગામી પહેલી જુલાઈ એ માધ્ય ગુજરાત નો વીજ પુરવઠો ભગવાન ભરોસે મૂકી દેવામાં આવશે. જેના કારણે ઉદ્યોગો થી લઈને રહેણાંક વિસ્તારમાં તેની અસર જોવા મળશે. જેલે લઇને લોકોની મુશીબતોમાં વઘારો થશે.

મધ્યગુજરાતના કર્મચારી સાથે GUVNL ,PGVCL ,DGVCL ,GSECL, GETCO સહિતની રાજ્યના સાત એકમો ના કર્મચારી સંગઠને પણ ટેકો જાહેર કર્યો છે. અને માસ સી.એલ બાદ પણ માંગ નહિ સંતોષાય તો સાતેય કંપનીઓ એક સાથે હડતાલ પર ઉતરશે. અને પોતાના હકક્ અને પ્રાથમિક જરૂરીયાતોની માંગ માટે હવે આ વિજ કર્મચારીઓ લડી લેવાના મુડમાં માસ સી.એલની ઘોષણા કરી વિરોધ દર્શાવ્યો છે.