વડોદરા, તા.૮

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા યોજિત ૬૦મા રાજ્ય કલા પ્રદર્શનમાં વડોદરા શહેરના ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા અને ફોટોગ્રાફી ઊંડી સૂઝ ધરાવતા ફોટોગ્રાફક શૈલેષ પટેલને નીલ ગગન કે ઊડતે પંછી શીર્ષક આધારિત એવોર્ડ પ્રાપ્ત કરી તેમને કલાનગરને વધુ એક ગૌરવ અપાવ્યું છે.શૈલેષ પટેલ ફોટોગ્રાફીની સાથે કવિ હૃદયી હોવાથી કવિતાની રચનામાં પણ ખૂબ જ રૂચિ ધરાવે છે. કલા અને કવિતા ક્ષેત્રે તેઓને અનેકવાર સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા અત્યાર સુધી સાતમી વખત એવોર્ડથી સન્માનિત કર્યા હોવાનું જણાવ્યું હતું. ફોટોગ્રાફર શૈલેષ પટેલે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા યોજિત કલા પ્રદર્શનમાં મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે વહેલી સવારે ક્લિક કર્યો હતો જ્યાં હજારોની સંખ્યામાં કબૂતરો લોકોને દ્વારા નંખાતું ચણ ચણવા માટે આવે છે અને પડાપડી કરી ધમાચકડી મચાવે છે. આ સાથે પ્રાકૃતિકનો એક આહ્‌લાદક નજારો પણ સર્જાય છે, જે નજારો શૈલેષ પટેલે તેમના કેમેરામાં ક્લિક કરી ઉત્તમ કક્ષાના મનમોહક ફોટોગ્રાફરનું સર્જન કર્યું છે જે રજૂ કર્યું હતું. એક જ સ્થળે કોઈ આટલી મોટી સંખ્યામાં કબૂતરો એકત્ર થતાં હોય તે પણ દરિયા કિનારે આ એક પ્રકારના આર્ટિસ્ટિક અને મનમોહક હોવાથી આ દૃશ્ય ક્લિક કરવામાં આવ્યું હોવાનું તેઓએ ઉમેર્યું હતું. તેઓની અવિસ્મરણીય ક્લિકની અદ્‌ભુત કમાલને કેન્દ્રમાં રાખી રાજ્યની લલિત કલા અકાદમીનો પ્રથમ ક્રમનો જ્યુરી એવોર્ડ એનાયત અર્પણ કરાયો હતો.