વડોદરા-

વડોદરા શહેરના સંજયનગર સ્થિત ભરવાડ વાસમાં આવેલા જાેગણી માતાના મંદિરમાં ધાર્મિક વિધિ માટે એકઠા થયેલા ૧૮ લોકોની કોવિડ-૧૯ની ગાઇડલાઇનના ભંગ બદલ પોલીસે ધરપકડ કરી હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.વડોદરાના ખોડિયારનગર રોડ પર આવેલા વુડાના મકાનમાં રહેતા બબાભાઈ મણિલાલ દેવીપૂજક સંજયનગર ભરવાડ માસમાં આવેલા જાેગણી માતાના મંદિરના ભુવા છે. તેઓ અને તેમના સમાજના લોકો રીતિ-રિવાજ મુજબ ચૈત્રી માસમાં માતાજીને નિવેધ કરે છે. ચૈત્રી માસના બે દિવસ બાકી રહ્યા હોવાથી સમાજના લોકો ભેગા થયા હતા અને ધાર્મિક વિધિ માટે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા.

તે સમયે જેસીંગભાઇ ભરવાડ અને તેમના ભાઈ ડાયાભાઈ ભરવાડ માતાજીના મંદિરે આવી પહોંચ્યા હતા. અને માતાજીના ભુવાને જણાવ્યું કે ઘરમાં બહુ તકલીફ પડે છે. કોઈ ઉપાય બતાવો જેથી ભુવાએ જણાવ્યું હતું કે, તમે જાેગણી માતા અને મેલડી માતાજી નડતરરૂપ છે. ચૈત્રી આઠમના દિવસે માતાજીને નિવેદ ધરાવશો તો તમારી સમસ્યા દૂર થઈ જશે. ભુવાના જણાવ્યા પ્રમાણે ભરવાડ બંધુઓએ ભુવાને જણાવ્યું કે, તમે માતાજીની વિધિ પતાવી દેજાે. જે ખર્ચ થશે તે અમે આપી દઈશું. ભરવાડ બંધુઓના જણાવ્યા પ્રમાણે માતાજીના ભૂવા બાબાભાઇ દેવીપૂજકે આજે વહેલી સવારે માતાજીના નિવેધ માટે આયોજન કર્યું હતું અને આ વિધિમાં સમાજના લોકોને પધારવા માટે જણાવ્યું હતું. માતાજીના ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ મળતા સમાજના શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા.