વડોદરા

વડોદરા પ્રાદેશિક માહિતી કચેરીમાં સેવક તરીકે ફરજ બજાવતા એ.બી. ગોહિલ વયનિવૃત્ત થતા તેઓને સંયુક્ત માહિતી નિયામક ભાવસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં નિવૃત્ત વિદાયમાન આપવામાં આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોહિલને સુતરની આંટી પહેરાવી, શાલ-શ્રીફળ અને સ્મૃતિભેટ આપીને બહુમાનિત કરવામાં આવ્યા હતા. સંયુક્ત માહિતી નિયામકે તેઓ ૨૯ વર્ષની સેવાઓ આપી વયનિવૃત્ત થયા રહ્યા છે. ત્યારે નિવૃત્ત જીવન સુખમય રીતે પસાર અને સતત પ્રવૃત્તિશીલ રહી, પરિવાર સાથે સમય વ્યતિત કરવાની સાથે સામાજિક સેવાઓના કાર્ય કરતા રહે અને તેમને લાંબુ અને સ્વસ્થ આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.નાયબ માહિતી નિયામક બી.પી. દેસાઈએ તેમનુ શેષ જીવન આરોગ્યમયની સાથે સતત પ્રવૃત્તિમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે કચેરી અધિક્ષક સર્વજ્ઞ સુખડીઆ, ર્કિતન શાહ, અમ્રત દેસાઈએ પ્રતિભાવો રજૂ કર્યા હતા. તેમજ સહાયક માહિતી નિયામક ભાનુબેન રાણા, વડોદરા પ્રાદેશિક માહિતી કચેરીના કર્મચારીગણ અને એ.બી. ગોહિલના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.