વડોદરા-

વડોદરા ફતેજગંજ પોલીસ સ્ટેશનમાં ભાઇ-વહુ સમક્ષ કસ્ટોડિયલ મોતનો બનાવ સામે આવ્યો છે. બાબુ શેખ નામના શખ્સનું કસ્ટોડિયલ મોત નીપજ્યું હતું. કસ્ટડીમાં મૃત્યુ બાદ બાબુ શેખના મૃતદેહનો અંતિમ સંસ્કાર વડોદરા ફતેગગંજ પોલીસ સ્ટેશનમાં કરાયો હતો. એક વર્ષ વીતી ગયા હોવા છતાં પોલીસ ડેડબોડી શોધી શકી નથી. સીઆઈડી ક્રાઈમને આશંકા છે કે, બાબુ શેખનો મૃતદેહ નહેરમાં નાંખી દેવામાં આવ્યો હોઈ શકે છે, તેથી છાણી વિસ્તારમાં નર્મદા કેનાલને 15 દિવસમાં બીજી વાર ખાલી કરીને મૃતદેહની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચકચારી બાબુ કસ્ટોડીયલ ડેથ કેસમાં ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ ડી.બી. ફાઘેલા સહિત છ લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાયા છે. ગાંધીનગર સીઆઈડી દ્વારા શેખ બાબુના મૃતદેહની તપાસ કરવામાં આવી રહી છે. આ અગાઉ સમા-છાણી વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન એક હાડપિંજર મળી આવ્યું હતું, પરંતુ તે બહાર આવ્યું હતું કે હાડપિંજર માનવનો નહીં પણ કોઈ પ્રાણીનું હતું. ત્યારબાદ સીઆઈડી ક્રાઈમ દ્વારા બાબુ શેખનો મૃતદેહ મહી કોતર અને વડોદરા નજીક ગામની સીમમાં શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કંઇ મળ્યું નથી. સીઆઈડી ક્રાઈમની ટીમે બાબુ શેખની લાશને શોધવા વડોદરા ફાયર બ્રિગેડ એનડીઆરએફ એસડીઆરએફ નર્મદા કોર્પોરેશન વિભાગની મદદથી નર્મદા કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બાબુ શેખનો મૃતદેહ શોધવા નર્મદા કેનાલ ખાલી કર્યાના 15 દિવસમાં આજે બીજી વખત ખાલી કરાતા સાડા ત્રણ લાખ નાગરિકો માટે પીવાના પાણીની રામાયણ સામે આવી છે.