વડોદરા-

ભારતમાં અંધશ્રદ્ધાની ઘટનાઓ સામે આવતી જ હોય છે. સમગ્ર દેશમાં તાંત્રિક વિધિને માટે આંધળી ચાકણ સાપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તેમજ આ સાપોની કિંમત પણ બ્લેકમાર્કેટમાં લાખો રૂપિયામાં બોલાઈ રહી છે. એવામાં વડોદરામાં આંધળી ચાકળનો કુલ 42 લાખ રૂપિયામાં સોદો કરનાર કુલ 5 વ્યક્તિઓને વન વિભાગની ટીમે પકડી પાડ્યા હતા.વન વિભાગની ટીમને આંધળી ચાકણનું વેચાણ થતું હોવાની હોવાની માહિતી મળી હતી. ત્યારપછી વડોદરા-સુરત હાઈવે પર આવેલ L&T કંપનીની નજીક છટકું પણ ગોઠવ્યું હતું.

જેમાં આંધળી ચાકણ સાપનું વેચાણ કરવા માટે નીકળેલ કુલ 3 શખ્સ સહિત ખરીદનાર એમ કુલ 5 શખ્સને પકડી પાડ્યા હતા. આંધળી ચાકણનાં સાપનો કુલ 42 લાખ રૂપિયામાં સોદો પણ કર્યો હતો.વન વિભાગે બોડેલીથી આંધળી ચાકણ લાવનાર આરોપી અરૂણ ખત્રી તેમજ ઝાકીર હુસેન અબ્દુલ કરીમ ખત્રી તથા વેચાણ માટે મધ્યસ્થી રહેનાર ડભોઇના ગોવિંદ રબારી, ચિંતન પરમાર ઉર્ફે ચિકો તેમજ દિનેશ મોચીની પણ ધરપકડ કરવામાં આવી હતી. બે બાજુનાં મોઢાવાળા સાપ તરીકે જાણીતાં આંધળી ચાકણનો તાંત્રિક વિધિ માટે પણ ઉપયોગ થાય છે, તેમજ આંધળી ચાકણને રાખવાથી ધનલાભ થયો હોવાની પણ માન્યતા રહેલી છે.