વડોદરા-

આજે ગોત્રી હોસ્પિટલ ખાતે કોરોના યોદ્ધાઓ નું રસીકરણ કરાયું હતું ડો.શીતલ મિસ્ત્રી અને ડો.વિજય શાહ રસી મુકાવી હતી. વડોદરામાં કોવીડ ની સચોટ સારવારમાં મહત્તમ યોગદાન આપનારી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ ગોત્રી ખાતે મંગળવારના રોજ અગ્ર હરોળના કોરોના યોદ્ધા એવા તબીબો,નર્સિંગ સ્ટાફ અને સેવકો ને રોગ પ્રતિકારક શક્તિ કેળવી ને કોરોના સામે સુરક્ષા પ્રદાન કરતી રસી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ ખાતેના કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી અને આ રોગને જીવંત જ્ઞાનકોશ કહી શકાય તેવા ડો.શીતલ મિસ્ત્રી અને ડો.વિજય શાહ સહુ થી પહેલા રસી મુકાવી તેની સલામતી નો પ્રેરક સંદેશ આપવાની સાથે કોરોના યોદ્ધાઓને પ્રોત્સાહિત કરશે.યાદ રહે કે ડોકટર શીતલ અવિરત દર્દી સેવા દરમિયાન જાતે સંક્રમિત થયાં હતાં અને સારવાર લીધાં પછી ફરી એ જ સેવા યજ્ઞમાં જોડાઈ ગયાં હતાં. સવારના 9 વાગે રસીકરણ શરૂ કરવામાં આવશે. હોસ્પિટલ બિલ્ડિંગ ના સાતમા માળે રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.પહેલા દિવસે 100 આરોગ્યના કોરોના લડવૈયાઓ ને રસી મુકવામાં આવશે.