વડોદરા, તા.૧૫

ગુજરાત કુસ્તી એસોસિયેશન દ્વારા તાજેતરમાં અમદાવાદ અને નડિયાદ ખાતે યોજાયેલી કુસ્તી સ્પર્ધામાં વડોદરાની પ.હ.નારાયણ ગુરુસાય વ્યાયામ શાળામાં ૮ વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યા હતા. તાજેતરમાં અમદાવાદ ખાતે રાજ્યકક્ષાની સબ જુનિયર અને જુનિયર સ્ત્રીસ્પર્ધા યોજાઈ હતી જ્યારે નડિયાદ ખાતે અન્ડર-ર૩ કુસ્તી સ્પર્ધાનું આયોજન ગુજરાત કુસ્તી એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રીપોળ કોઠી સ્થિત પ.હ.નારાયણ ગુરુ આય વ્યાયામ શાળાના વિદ્યાર્થીઓ વિવિધ કેટેગરીમાં વિજેતા થયા હતા. વિજેતા પ્લેયરોમાં સબ જુનિયર કેટેગરીમાં બારોટ તુષાર પ્રથમ ક્રમે, માળી વિશાખા, ઠાકોર વિદ્યા ધસ નીતિશ દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા, જ્યારે અન્ડર-૨૩માં હાર્દિક મોરે પ્રથમ ક્રમે વસાવા મુકેશ, ગૌરવ કુમાર અને વિકેરિયા યુસિક દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા.