પાદરા

પાદરાના અંબા માતાના મંદિર પાસે આવેલ સાંઈવીલા જ્વેલર્સમાં છોકરીના ચાંદીના દાગીના ધોવડાવવા માટે ગયેલ છે તે વખતે મુકેલું પર્સ ચોરીછૂપીથી જાણ બહાર લઈ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાએ થેલીમાં મુકી ચોરી કરતી સીસીટીવી કેમેરામાં રંગેહાથ પકડાઈ જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાદરાના ભોજ રોડ પર રહેતા યાસ્મીનબાનુ મુસ્તાક જાકીર પાદરાના અંબા માતા મંદિર પાસે આવેલ પાણીની ટાંકીની બાજુમાં આવેલ સાંઈવીલા જ્વેલર્સની દુકાનમાં છોકરીના ચાંદીના કડા ધોવડાવવા માટે ગયાં હતાં. તે દરમિયાન તેણીએ પર્સ બાજુમાં મુકયું હતું. પર્સમાં રૂા.૫૫૦૦ રોકડ હતી તે વખતે જ્વેલર્સના માલિકને પૈસા આપવા જતાં પર્સ નહીં મળી આવતાં તપાસ કરતાં તેમની બાજુમાં બેઠેલ એક મહિલા ચંપાબેન મણિલાલ ગડોલ કૈલાસ એપાર્ટમેન્ટ, હરિનગર ગોત્રીનાએ પર્સની ચોરી કરી હોવાનું સીસીટીવી કેમેરામાં જણાઈ આવી હતી. સીસીટીવી કેમેરાના આધારે મહિલા ઝડપાઈ જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.