પાદરા

પાદરાના ઝંડા બજારમાં આવેલ શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરનો પાટોત્સવનું ભવ્ય આયોજન પાદરાના શ્રીમાળી સોની સમાજ અને સમસ્ત ગામના ભક્તજનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હવન-યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમાળી સોની સમાજ ચાર યુગલોએ પૂજાવિધિ, મહાઆરતી કરી હતી.

પાદરાના ઝંડા બજારમાં શ્રી વાઘેશ્વરી માતાજીનો પાટોત્સવ તા.ર૦ ને શનિવારે વાઘેશ્વરી માતાજીના પટાંગણમાં સમસ્ત શ્રીમાળી સોની સમાજ અને સમસ્ત ગામના ભક્તજનો દ્વારા ઉજવાયો હતો. આજે વહેલી સવારથી પાદરાના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હવન-યજ્ઞનો પ્રારંભ થવા પામ્યો હતો. વહેલી સવારથી ગામના ભક્તજનો, શ્રીમાળી સોની સમાજના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા હતા અને મંદિરે મોટી ભીડ જામી હતી. હવન-યજ્ઞની પૂર્ણાહુતિ સાંજના ૭ કલાકે થવા પામી હતી. દરમિયાન મહાઆરતી સહિતની વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રીમાળી સોની સમાજના ચાર યુગલો દ્વારા વહેલી સવારથી હવન-યજ્ઞનો પ્રારંભ થયો હતો દરમિયાન શ્રીમાળી સમાજના ભક્તો ઉમટી પડયા હતા. મંદિરના પુજારી રાજુભાઈ જાેશી દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કર્યું હતું.