વડોદરા : સતત વિવાદમાં રહેવા ટેવાયેલા ભાજપના અગ્રણી અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનામાંથી સાજા થઇ જતા અને સારવારના અંતે સાંગોપાંગો બહાર આવી જતા આરાધ્ય દેવ હનુમાનજીના મંદિરે શીષ ઝુકાવવાને માટે ગયા હતા.જ્યાંથી તેઓનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.  જેમાં તેઓ વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિરમાં ડાન્સ કરી રહયા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ ધાર્મિક સ્થળે તેઓ કાર્યકરો સાથે ભાન ભૂલીને મન મૂકીને કોઈપણ પ્રકારના માસ્ક પહેર્યા વિના કે સોશ્યલ ડિસ્ટર્ન્સિંગનું પાલન કર્યા વિના મન મૂકીને ડાન્સ કરતા અને ઢોલ વગાડતા નજરે પડે છે. તેઓની સાથે કાર્યકરો પણ માસ્ક પહેર્યા વિના ઠોલીના ઠોલની તાલે હનુમાનજીના મંદિરમાં નાના સરખા પરિસરમાં ટોળે વળીને ઝૂમવા લાગ્યા હતા. આ અગાઉ પણ જયારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો હતો.ત્યારે તેઓએ હોસ્પિટલમાંથી વિડીયો વાયરલ કરીને ચર્ચામાં આવ્યા હતા.