વાઘોડિયા, તા.૧૮ 

કોંગ્રેસ શાસિત વાઘોડિયા તાલુકા પંચાયતમા મહિલા પ્રખુખ સામે પોતાના જ બળવાખોર સભ્યોએ વિરોધ પક્ષ સાથે મળી અવિશ્વાસની દરખાસ્ત માટે તાલુકા વિકાસ અધિકારીને અરજી સોંપી છે.

વાઘોડિયા કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત ના સભ્યો઼એ રાજકીયભુકંપ સર્જયો છે. ખુદ કોંગ્રેસી બળવાખોર સભ્યો એ પોતાનાજ પક્ષના તાલુકા પ્રમુખની ખુરશી ખાલી કરાવા ભાજપના સભ્યો સાથે મળી મહિલા પ્રમુખ અનુપમાબેનને સત્તાપરથી દૂર કરવા એકજુથ બન્યા છે. વાઘોડિયા તાલુકા પંચાયતના કુલ ૨૦ સભ્યોની બનેલી બોડીમા ૧૦ સભ્ય ભાજપના અને ૧૦ સભ્ય કોંગ્રેસના છે. કોંગ્રેસના ૧૦ સભ્યોમાંથી ૬ સભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવ્યો છે. વાઘોડિયા તાલુકા પંચાયતના કોંગ્રેસ ૬ સભ્યો સાથે ભાજપના ૧૦ મળી કુલ ૧૬ સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને અવિસ્વાસનો પ્રસ્તાવ પસાર કરવા અરજી કરી છે.

પ્રમુખને સામે કોંગ્રેસના બળવાખોર સભ્યોમાં ૧- રતનસિંહ મોહન સિંહ સોલંકી,૨-રક્ષાબેન અર્જુનભાઈ વસાવા,૩-કોકીલાબેન ભૂપતભાઈ ભાલીયા,૪- પિન્કીબેન ગીરીશ ભાઈ ભાલીયા,૫-લીલાબેન નગીનભાઈ પરમાર,૬- વિનોદભાઈ ગોવિંદભાઈ વસાવાનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સભ્યોનુ નહિ સાંભળતા અને પોતાની મનમાની કરતા હોવાના આક્ષેપ સાથે મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા અરજી કરી છે.સત્તાનો દુરુપયોગ કરી સભ્યોને વિશ્વાસમા લિઘા વીના લિમડા. ગ્રા. પંચાયતની હદમા આવેલ નર્મદા કેનાલ તથા સ્ટેટ હાઈવેના રોડની માર્જીનવાળી જગ્યામા બિન અધિકૃતરીતે બાંઘકામ કરી વ્યાપારી કરણ કરતા હોવાના આક્ષેપ સાથે એમ. ડી. રબારી તાલુકા વિકાસ અધિકારીને આક્ષેપ સાથે અરજી કરી હતી. આ અરજીના અનુસંઘાને તાલુકા વિકાસ અઘિકારીએ ૧૫ દિવસમા પ્રમુખને ખુલાસો કરવા નોટીસ મોકલી હતી.