વલસાડ-

વલસાડના કલ્યાણબાગ સામે આવેલી સરવે નં.125 અને 127વાળી જગ્યામાં 40 વર્ષ પહેલા ફાળવાયેલી 84 કેબિનો ના મેગા ડિમોલિશન નો પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થતા કેબિન ધારકો એ જોરદાર વિરોધ કર્યો હતો જોકે, બંદોબસ્ત માં તૈનાત પોલીસ જવાનો એ મામલો સાંભળી લીધો હતો. સ્ટેશન રોડ ને ડેવલપ કરવા માટે પાલિકા દ્વારા હાથ ધરાયેલી ડીમોલેશન ની કાર્યવાહી રોકવા કેબિન ધારકો એ ધારાસભ્ય ભરત પટેલ સહિત સુરત પહોંચી પ્રદેશ ભાજપ સીઆર પાટિલ સમક્ષ ડિમોલિશન રોકવા રજૂઆતો કરી હતી. જોકે, સ્ટેશન રોડ ઉપર ટ્રાફિક જામ અને રોડ પહોળા કરવા દબાણો હઠાવવા ની પાલિકા દ્વારા કામગીરી નો આરંભ થઈ ચૂક્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ નો કાફલો ખડકી દેવાયો છે.

મળતી માહિતી મુજબ વલસાડ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર પાસે કલ્યાણબાગ સામેની જે તે વખતે પડતર ખુલ્લી જમીનમાં 1982માં તત્કાલિન કલેકટર મૃદુલાબેન વશીએ માનવીય અભિગમ દાખવી રોજીરોટી માટે વેચાણના ધોરણે કેબિનો ફાળવાયા બાદ 40 વર્ષથી કેબિનોનો વિવાદ ચાલી રહ્યો છે.કેબિનધારકો જણાવી રહ્યા છે કે તેઓ પાસે પ્રોપર્ટી કાર્ડ,સનદ, પાલિકાના વેરા,પ્રોફેશનલ ટેક્સના પુરાવા છે.બેંક લોન લઇને પણ કેટલાક કેબિનધારકો પરિવારોનું ભરણપોષણ કરી રહ્યા છે.ગત શુક્રવારે પાલિકાએ આ પ્લોટ ખાલી કરવા કેબિનધારકોને નોટિસ આપી હતી. આ કેબિનો 40 વર્ષ પહેલા તત્કાલિન કલેકટર દ્વારા વેચાણધોરણે ફાળવાયા બાદ સ્ટેશન રોડ ને ડેપલપ કરવા ડીમોલેશન ની કામગીરી ના આરંભ સાથે જ ભારે અફરાતફરી જોવા મળી હતી અને મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા. વલસાડ માં હાથ ધરાયેલા આ સૌથી મોટા ડીમોલેશન અભિયાન ને લઈ સમગ્ર શહેર માં આ મેટર ટોક ઓફ ધ ટાઉન બની હતી અને ઘટના સ્થળે મોટી સંખ્યા માં લોકો ઉમટી પડતા પોલીસે મામલો કાબુ માં કરવા બંદોબસ્ત વધારી દીધો હતો.