વલસાડ-

વલસાડના જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ ત્રણ પીએસઆઈની બદલી કરી છે. પારડીના સિનિયર પીએસઆઈ એસ. બી. ઝાલાને સુરત સાયબર ક્રાઈમમાં, કપરાડાના પીએસઆઈ બી. એન. ગોહિલને પારડી પોલીસ મથકમાં અને કપરાડાની ખાલી પડેલી પીએસઆઈની જગ્યા પર બી. એન. ભાદરકાનીની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે, સાયબર ક્રાઈમના ગુના દિવસેને દિવસે વધી રહ્યા છે. આ ગુનાઓને ઉકેલવામાં સફળતા મેળવવા માટેના હેતુસર આ ત્રણેય પીએસઆઈની બદલી કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં વધી રહેલા સાયબર ક્રાઈમને ધ્યાનમાં રાખી આ તમામ બદલી થઈ હોવાનું મનાય છે. જો કે, આ ત્રણેય પીએસઆઈની બદલી કરવાના કારણે પોલીસ બેડામાં પણ ચર્ચા થઈ રહી છે. વલસાડ જિલ્લા એસ.પી. દ્વારા 3 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં પારડીના પીએસઆઈની સુરત સાયબર ક્રાઈમ ખાતે બદલી કરી દેવાઈ છે. જ્યારે કપરાડા પીએસઆઈને પારડી પોલીસ મથકે બદલી કરવામાં આવી છે.