વલસાડ-

શહેર નજીક આવેલી ગુંદલાવ GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં શનિવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આકાશમાં ઉંચે સુધી દેખાતા ધુમાડાના ગોટેગોટાને જોતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા વલસાડ ફાયરની ચાર ગાડીઓ આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. કંપનીના વર્કરો રજા પર હોવાથી કોઈ જાનહાનીના સમાચાર નથી.

જેને પગલે ફાયરના ચાર જેટલા વાહનો આગને કાબૂમાં લેવા માટે ગુંદલાવ GIDC સુધી દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.શોર્ટ-સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાનગુંદલાવ GIDCમાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી આ કંપનીમાં સવારે લાગેલી આગને પગલે આગનું કારણ જાણવા માટે લોકો અનેક અનુમાનો લગાવી રહ્યા છે. જે પૈકી શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવી રહ્યા છે.દિવાળીના દિવસે જ બની આગની ઘટના એક તરફ હાલમાં આજે દિવાળીનો તહેવાર છે અને બીજી તરફ કંપનીમાં દિવાળીના દિવસે જ આજની ઘટના બની છે. કહેવાય છે કે, દિવાળીનો તહેવાર દીપ ઉત્સવની ઉજવણી છે, પરંતુ અહીં તો આ દીપ ઉત્સવની ઉજવણી આંખમાં હોય એવું કંપનીના સંચાલકો માની રહ્યા છે. તેમને દિવાળીના દિવસે જ કંપનીમાં આગ લાગતા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.