વલસાડ-

ગુજરાતના મોટા શહેરોમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખી જિલ્લામાં સંક્રમણ ન ફેલાય અને બહારથી આવતા લોકો સંક્રમણ લઈને જિલ્લામાં ન પ્રવેશે તેવા હેતુથી આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે. જિલ્લાના પ્રવેશદ્વાર નેશનલ હાઇવે નંબર 48 વઘલધરા ખાતે એક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. અહીં જિલ્લામાં પ્રવેશતા દરેક વાહનોમાં આવતા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સ્ક્રીનિંગ બાદ જરૂર જણાય તો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9 દર્દીઓના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 1 હજાર 250 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 1 હજાર 87 લોકોએ કોરોનાને હરાવી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

NH 48 વાઘલધરા ખાતે પ્રવેશતા લોકોનું કરાઇ રહ્યું છે સ્ક્રિનિંગજિલ્લાના નેશનલ હાઇવે નંબર 48 ઉપરથી વાઘલધર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા એક વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સુરત, નવસારી અને વડોદરા જેવા શહેરોથી જિલ્લામાં પ્રવેશ કરતા વાહનોમાં આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને કોઈ સંક્રમણ લઈને જિલ્લામાં પ્રવેશ છે, તો પ્રવેશતાની સાથે જ તેમને ઓળખી કાઢી તાત્કાલિક સારવાર આપી શકાય અને જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવી શકાય.બહારથી આવતા લોકોમાં લક્ષણો જણાય તો રેપીડ ટેસ્ટ કરવામાં આવે જિલ્લામાં પ્રવેશતા વિવિધ વાહનોમાં આવતા લોકોનું તાપમાન માનવામાં આવી રહ્યું છે. તેમજ જો કોઈને તાવ, ખાંસી, ઉધરસ જેવા લક્ષણો જણાય તો તેઓને વાહનોમાંથી ઉતારી તાત્કાલિક રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.