અમદાવાદ-

આંતરરાજ્ય નશાના કારોબારના ચાલતા વેપલા પર વલસાડ જિલ્લા એલ.સી.બી.એ રોક લગાવી ૨૮ લાખથી વધુનો ૨૮૩ કિલો નશાનો માલ જપ્ત કરી લીધો છે અને આ મામાલે એક આરોપીની ધરપકડ પણ કરી છે. દેશમાં સૌથી વિક્સિત રાજ્ય ગુજરાતને નશા ભરડામાં નાખવાનું કામ માફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. વલસાડ જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમે ૨૮ લાખના ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર હેરાફેરી કઈ રીતે થતી હતી એના પર એક નજર કરીએ તો, વલસાડ ખાતે પકડાયેલી બસમાં રાખેલ નશા યુક્ત માલ ઉતરપ્રદેશના અલીગઢથી બસમા ભરવામાં આવ્યો હતો

અને ત્યાંથી બસને હૈદરાબાદ રવાના કરવામાં આવી અને બસ ત્યાર બાદ મુંબઇ મારફતે આવી ગુજરાતમાં અમદાવાદ ખાતે જવાની હતી. જાેકે ગુજરાતમાં પ્રવેશ કરતા પહેલા જ પોલીસના પંજામાં આવી ગઇ છે. ઉત્તર અને પૂર્વ રાજ્યોથી થતી નશાયુક્ત માલ ગુજરાત ઘુસાડવા માટે પકડાયેલી ખાનગી બસનો ઉપયોગ કરવામાં આવ્યો અને અંદર ચોરખાના બનાવવામાં આવ્યા હતા. જેથી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈને શંકા ન જાય. વધુમાં બસ ચાલક સકીલ બદરુદ્દીનને એક ટ્રીપ મારવા પાછળ ૧૫૦૦૦ રૂપિયા મળે છે જેથી એ આ ટ્રીપ મારે છે.

વલસાડના વાહન ચેકીંગ દરમિયાન પકડાયેલી બસમાં ચોર ખાનામાંથી ૨૮૩ કિલો ગાંજાે મળી આવ્યો છે. ૨૮ લાખના ગાંજા સાથે પકડાયેલા સકીલ બદરુદ્દીન સાથે નદીમ નામનો ઈસમ પણ હતો. જાેકે એ ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસ તપાસમાં આ મુદ્દામાલ નદીમના મિત્રને આપવાનો હતો. હાલ આ સંદર્ભે વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને નશાનો વેપલો ચલાવતા મોટા માફિયાઓને શોધવા પોલીસ ચક્રોગતિમાન કર્યા છે.