વલસાડ : વલસાડના નનકવાડા ગામે ટીવી રીલે કેન્દ્ર અમરનાથ મંદિરની ગલીમાં રહેતા દિપકભાઈ દુર્લભભાઈ પટેલ ઉમરગામની ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે .તેવો સાધારણ જીવન વ્યતીત કરે છે તેમના ઘરનું બે મહિનાનું લાઈટબીલ સરેરાશ ૨૪૦૦ થી ૨૫૦૦ રૂપિયા આવતું હતું . પણ આ વખતે જુલાઈ અને ઓગસ્ટનું બે મહિનાનું લાઈટ બિલ ૨૪.૭૦ લાખ આવતા દિપક ભાઈ ના પગ નીચે થી જમીન ખસી ગઈ હતી દિપક ભાઈ તેમના ઘરમાં એસી પણ વાપરતા નથી.  

દિપક ભાઈ ને ત્યાં બીલ આપવા ગયેલા કર્મચારીએ ઘરનું બીલ ૨૪.૭૦ લાખ આવતા ભૂલ કરી હોવાનું ધ્યાન આવ્યું હતું . દીપકભાઈ એ વિજવિભાગ ના અધિકારી ને આ બાબતે વાત કરતા વિજધિકારી એ બિલ માં સરેરાશ આવતી રકમ લખી આપી સુધારો કરી આપ્યો હતો પરંતુ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે બિલ આપનાર કર્મચારી અભણ તો ન જ હોય ભૂલ કરી હોય. માની લો કે દિપક ભાઈ ને ત્યાં દર બે મહિને ૨૪૦૦ કે ૨૫૦૦ રૂપિયા નું બિલ આવતું હોય અને કર્મચારી ૩૦૦૦ કે ૩૫૦૦ નું બીલ આપી જાય તો દિપક ભાઈ વધારે વીજ વપરાશ કર્યું હોવાનું માની તેટલો બીલ ની ભરપાઈ કરી જ દેતે પરંતુ કર્મચારી એ બીલ ને લાખો માં આપ્યું જેને કારણે બીલ આપનાર કર્મચારીઓ ની બેદરકારી નો ભાંડો ફૂટ્યો હતો વલસાડ જિલ્લા માં દરેક ગ્રાહકો ના બીલ માં વિજકંપની ના કર્મચારીઓ વપરાશ કરતા વધારે રકમ ની વસૂલી કરી રહ્યા ની બૂમ ઉઠી છે.પરંતુ સંબંધિત સરકારી અધિકારીઓ તાપસ કરવાને બદલે વિજકંપની સંચાલકો ના ખોળા માં બેસી ફરજ બજાવે છે.