અરવલ્લી : અમદાવાદ-ઉદેપુર ને.હા.નં -૮ પર આવેલા વાંટડા ટોલપ્લાઝા પર નવા વર્ષના દિવસે સ્થાનિક અસામાજીક તત્વોએ ટોલપ્લાઝાના કર્મચારીઓ સાથે એમ્બ્યુલન્સ કેમ મોકલી નહીં મારઝૂડ કરી લાકડી પથ્થરો વડે હુમલો કરી ટોલબૂથમાં તોડફોડ કરી આતંક મચાવતા કર્મચારીઓ ફફડી ઉઠ્‌યા હતા. ટોલ કલેક્શનના ૧૪ હજાર રૂપિયાની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી રફુચક્કર થઇ ગયા હતા. સ્થાનીક અસામાજીક તત્વોના હુમલાના પગલે ભયભીત બન્યા હતાલાકડીઓ વડે કર્મચારીઓ પર હુમલો કરી ટોલપ્લાઝા પર તોડફોડ કરતા રીતસરનો દેકારો મચી ગયો હતો ટોલપ્લાઝા પર નોકરી કરતા કર્મચારીઓ જીવ બચાવવા સંતાઈ જવું પડ્યું હતું. ને.હા પર પસાર થતા વાહનચાલકો પણ ફફડી ઉઠ્‌યા હતા  

વાંટડા ટોલપ્લાઝા પર વાંટડા ગામના વિજય ધીરુભાઈ,મોહન વેરાત,પરેશ વકસીભાઇ વેરાત,અરવિંદ કરમાંભાઈ વેરાત,ગણેશ પ્રવીણભાઈ પોંડોર, અને દીપો પોંડોર નામના શખ્સો ટોળા સાથે ધસી આવી ટોલબુથના સુપરવાઇઝર રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ પવાર સાથે એમ્બ્યુલન્સ કેમ મોકલી નહિ કહી રૂપિયા માંગી ઉશ્કેરાઈ જઈ ટોલપ્લાઝાના કર્મચારીઓ પર લાકડીઓ અને પથ્થરો વડે હિંચકારો હુમલો કરતા ૫ કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ટોલપ્લાઝાના કર્મચારીઓ જીવ બચાવવા ટોલબુથમાં સંતાઈ ગયા હતા.ટોલપ્લાઝાના ૭ બુથ પર ભારે તોડોફોડ કરી કોમ્પ્યુટર,કેમેરા એલઇડી અને ટોલપ્લાઝાની થાર જીપમાં પણ ભારે તોડફોડ કરી ટોલટેક્સ પેટે ઉઘરાવેલ ૧૪ હજાર રૂપિયાની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા. મોડાસા રૂરલ પોલીસે ટોલપ્લાઝાના કર્મચારી રોહીત ગુર્જરની ફરિયાદના આધારે વિજય ધીરુભાઈ, મોહન વેરાત, પરેશ વકસીભાઇ વેરાત, અરવિંદ કરમાંભાઈ વેરાત, ગણેશ પોંડોર, દીપો પોંડોર (તમામ રહે,વાંટડા) અને અન્ય છ એક માણસોના ટોળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.