વલસાડ, ગુજરાત સરકારનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા શનિવારે વાંસદા તાલુકાના તોરણીયા ડુંગર પર પર્વતારોહણ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં યુવક અને યુવતીઓ માટે પર્વતારોહણ, ખડક ચઢાણ તેમજ સાહસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વખત આવી સાહસિક પ્રવૃત્તિઓ પર્વતારોહણ શિબિરનું આયોજન વાંસદામાં આવેલા તોરણીયા ડુંગર પર આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૯મી ડિસેમ્બરથી ૨૦મી માર્ચ ૨૦૨૧ સુધી દર અઠવાડિયાના અંતે દરેક શનિવાર-રવિવારે ૫-૫ સ્પર્ધકની ૩ ટીમને પસંદ કરવામાં આવે છે. અહીં માઉન્ટ આબુ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા દ્વારા કોચિંગ પામેલા પર્વતારોહણના નિષ્ણાંતો તેમજ તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. યુવાનોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને વિકસિત કરવા અને પર્વતારોહણના કૌશલ્ય વધારવા માટે બેઝીક તાલીમ અહીં આપવામાં આવે છે.આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છુક યુવક અને યુવતીઓએ જિલ્લા રમત-ગમત કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીને નિશ્ચિત સમયમાં ફોર્મ અરજી કરવાની રહેશે. વર્તમાન સમયમાં ચાલી રહેલ કોરોના)ને ભારત સરકારના નિયમો પણ ધ્યાનમાં રખાશે. આ પર્વતારોહણ કાર્યક્રમનું સફળ આયોજન ચોકબોલ એન્ડ પ્લેય્ડ ક્રિકેટ એસોસિએશન મોટીભમતી વાંસદાના આયોજક ડો. વિજય પટેલ તેમજ નિષ્ણાંત ટીમના માધ્યમથી જિલ્લાના યુવક/ યુવતીઓને પર્વતારોહણની તાલીમ અપાઇ રહી છે.