અમદાવાદ-

ઉત્તરાયણ પર્વની ઉજવણી રાજ્યભરમાં ગઈકાલે કરી હતી. પરંતુ પતંગરસિયાઓ વાસી ઉત્તરાયણે પણ ધાબે ચડીને પતંગના પેચ લડાવી રહ્યા છે અને અમદાવાદ સહિત ગુજરાતભરમાં એ કાઈપો છે...ની બૂમો સંભળાઈ રહી છે. રાજ્ય સરકારની ગાઈડલાઈનને પગલે ધાબા પર લાઉડસ્પીકર વગાડવાની મનાઈ છે. ત્યારે ઉત્તરાયણના બીજા દિવસે પણ બાળકો પીપુડી-વ્હિસલ વગાડીને પતંગોત્સવની મજા માણી રહ્યા છે.

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત જિલ્લાઓ અને ગામડાઓમાં ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. જાે કે આ ઉજવણીમાં પતંગપ્રેમીઓ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યાં છે.મોટા ભાગના લોકો માસ્ક વિના જ ધાબે એકઠા થઈ પતંગ ચગાવતા જાેવા મળ્યા રહ્યા છે.