ગાંધીનગર, રાજ્યના મહાનગરો અને અન્ય શહેરોના વાયુ પ્રદૂષણનો બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ અને અમદાવાદમાં વટવા વિસ્તાર અતિ ગંભીર રીતે પ્રદૂષિત હોવાની વાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્વીકારી છે. આ સિવાય ભાવનગર, મોરબી, જૂનાગઢ અને અમદાવાદના નરોડા-ઓઢવ વિસ્તાર અતિ પ્રદૂષિત હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.

આ બાબતે અમદાવાદ અને સુરતની એર ક્વોલિટી નિર્દિષ્ટ માપદંડ કરતાં ખરાબ હોવાની વાત પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્વીકારી છે. સોગંદનામાં શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યા હોવાની સોગંદનામાં કરવામાં આવી છે. ઉપરાંત ૧૫ વર્ષથી જૂના વાહનો રસ્તા પર ચલાવવા પર રોક લગાવવાનો ર્નિણયનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે. પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં ફ્યુઅલ તરીકે વપરાતા ફરનેસ ઓઇલ અને કોલસાને તબક્કાવાર રીતે ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાનું બંધ કરવા માટે સરકાર તૈયાર હોવાની વાત કહેવામાં આવી છે. મોટી વાત એ છે કે, રાજ્ય સરકારે ૨૦૨૫-૨૬ સુધીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ૩૫થી ૫૦ ટકા સુધારો કરવા સરકાર મક્કમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યમાં એર ક્વોલિટી સુધારવા કોલસાનો ઉપયોગ બંધ કરી અને નેચર ગેસ કે અન્ય વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ વધારવાની માગ સાથે હાઇકોર્ટમાં થયેલી પિટિશનમાં ય્ઁઝ્રમ્એ આ વિગતો રજૂ કરી છે. અરજદારે અગાઉ શહેરોમાં નિયત માપદંડો કરતા ૩થી ૪ ગણું વધારે હવાના પોલ્યુશન હોવાની વિગતો કોર્ટ સમક્ષ મૂકી હતી.