વડોદરા,તા.૨૩

ભારતીય અર્થતંત્રના બેકબોન સમાન એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોને મહત્તમ પ્રોત્સાહન પૂરૂ પાડવા ઉપરાંત ડિમાન્ડ તથા સપ્લાય વચ્ચેની ખૂટતી કડીઓ પૂરવાના ઉદ્દેશ સાથે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (વી.સી.સી.આઈ.) દ્વારા ૧૧મું મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન ‘વીસીસીઆઇ એક્સ્પો-૨૦૨૩’ યોજવા જઇ રહ્યો છે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં આગામી તા. ૨૭થી ૩૦ જાન્યુઆરી-૨૦૨૩ સુધી યોજનારા આ શાનદાર એક્ઝિબિશન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકારના આર્ત્મનિભર ભારતની સંકલ્પના અનુસાર સ્થાનિક કક્ષાએ રોકાણકારોને માર્ગદર્શન મળવાની સાથે મધ્યમ તથા લઘુ ઉદ્યોગકારોને પોતાની સેવા અને ઉત્પાદનોને પ્લેટફોર્મ પુરું પાડવામાં આવનાર છે.

આ અંગે પત્રકારોને માહિતી આપતા એક્ષ્પોનાં ચેરમેન હિમાંશુ પટેલ અને જાલેન્દુ પાઠકે જણાવ્યું હતું કે, આ સૌથી મોટા એક્સ્પોનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે તા. ૨૭ જાન્યુઆરીએ સવારે ૯.૧૫ કલાકે કરવામાં આવશે. સમારંભના ચીફ ગેસ્ટ તરીકે બાલકૃષ્ણ શુક્લ (વિધાન સભા ના દંડક અને એમ.એલ.એ.-રાવપુરા) અને કેયુર રોકડિયા (મેયર - એમ.એલ.એ.-સયાજીગંજ) અને શ્રીમતિ રંજનબેન ભટ્ટ (એમ.પી.-વડોદરા) રહેશે. સમારંભના ગેસ્ટ ઓફ ઓનર તરીકે યોગેશ પટેલ (એમ.એલ.એ.-માંજલપુર), શ્રીમતિ મનીષા વકીલ (એમ.એલ.એ.-શહેર-વાડી),ચૈતન્ય દેસાઈ (એમ.એલ.એ.-અકોટા), ભાર્ગવ ભટ્ટ (સ્ટેટ સેક્રેટરી બી.જે.પી.)ડૉ. વિજય શાહ (પ્રેસિડેન્ટ વડોદરા સીટી-બી.જે.પી.) રહેશે.વિશેષ આમંત્રિત તરીકે બન્છાનીધી પાની (મ્યુનીસીપલ કમિશનર), એ.બી.ગોર (કલેકટર), ડૉ.સમશેરસિંગ (પોલીસ કમિશનર). એમ.એસ.એમ.ઇ ડાયરેક્ટર વિકાસ ગુપ્તા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિવિધ દિવસોમાં રાજ્ય સરકાર અને કેન્દ્રસરકારના મંત્રીઓ મુલાકાત લેશે. વીસીસીઆઇ એક્સપો-૨૦૨૩ તા.૨૭ જાન્યુઆરી થી ૩૦ જાન્યુઆરી– ૨૦૨૩ સુધી ચાલશે અને સવારના ૧૦થી સાંજના ૬ વાગ્યા સુધી નિહાળી શકાશે. મુલાકાતીઓએ ુુુ.દૃષ્ઠષ્ઠૈીટॅર્.ર્ખ્તિ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું છે.