વડોદરા

મધ્ય ગુજરાતના ર૭ જેટલા ઉદ્યોગ સંગઠનોની હાજરીમાં ગ્રાન્ડ મર્કયુરી (હોટેલ સૂર્યા પેલેસ) ખાતે વીસીસીઆઈ દ્વારા આયોજિત સમારંભમાં મોબાઈલ એપનું ઉદ્યોગજગતના માંધાતાઓના હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં મુખ્ય અતિથિઓ તરીકે એમએસએમઈના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ મંતવ્યો રજૂ કર્યા હતા. આ પ્રસંગે બોલતા હેમલ મહેતાએ જણાવ્યું હતું કે, આ એપ દ્વારા મેઈક ઈન વડોદરાની સિદ્ધિ મેળવી શકાશે. પ્રધાનમંત્રીના પાંચ ટ્રિલિયન ઈકોનીમીના ટાર્ગેટમાં મદદરૂપ થઈ શકશે.

ડો.દુષ્યંત પટેલ સીએમડી એસ્ટ્રલ સ્ટેરિટેકએ જણાવ્યું હતું કે વીસીસીઆઈ એપ લોન્ચ કરીને વીસીસીઆઈએ નવો માઈલ સ્ટોન હાંસલ કર્યો છે. નવી જરૂરિયાતોને સ્વીકારો પોતાને અપગ્રેડ કરો અને નવા સંશોધન કરવી એ જ પ્રગતિની જરૂરિયાત છે. આ સમારોહના વિશિષ્ટ અતિથિ ત્રિભોવન કાબ્રા (ચેરમેન આર.આર.ગ્લોબલ)એ જણાવ્યું હતું કે, આ એપની સૌથી વધારે ઉપયોગ કરી શકાય તેવું ચિંતન થવું જાેઈએ. પરિવર્તનને અપનાવો, પ્રોડક્ટિવિટીમાં વધારો કરવા ઓટોમેશન અપનાવો અને ટેકનોલોજી અપગ્રેઢ કરો.

પ્રેમરાજ કશ્યપ (એમડી કેવાયબી કોનમેટ)એ જણાવ્યું કે એપ લોન્ચનો નિર્ણય ખૂબ અસરકારક, સમયસરનો અને આજની તાતી જરૂરિયાત પૂરી પાડશે. વિઝનને જ મિશન બનાવવા માટે ટીમ વીસીસીઆઈને વધાઈ આપી હતી. વિપુલ રાય (એમડી એલમેક્સ ગ્રૂપ ઓફ કંપનીઝ)એ જણાવ્યું કે સ્ટ્રગલ અને સકસેસમાં સદાયે ઉદ્યોગોની સાથે રહ્યું છે. વીસીસીઆઈ બ્રાન્ડનો ઉપયોગ કરી આ એપ સૌથી વધુ ઉદ્યોગકારો સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવી જાેઈએ.

પ્રકાશ વરમોરા (એફઆઈએ પ્રમુખ)એ જણાવ્યું કે, ઉદ્યોગો માટે હનુમાન કૂદકો મારવાનો સમય આવી ગયો છે. જય જવાન-જય કિસાનની સાથે સાથે જય ઉદ્યોગકારનો નવો નારો પણ જગાડવો જાેઈએ. વડાપ્રધાનનું સપનું દેશની ઈકોનોમીને પોણા ત્રણ ટ્રિલયનથી ૨૦૨૪માં પાંચ ટ્રિલય્ન અને ૨૦૩૦માં ૧૦ ટ્રિલિયન પહોંચાડવાનું છે.

નટુભાઈ પટેલ (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિ પ્રમુખ)એ જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજી સાથેનું એમએસએમઈનો મૂળ પાયો વડોદરામાં જ છે. કોમ્પ્યૂટર ટેકનોલોજી, એન્ડ્રોઈડ મોબાઈલ ટેકનોલોજી, ઔદ્યોગિક ઓટોમેશનના આ યુગમાં દરેક ઉદ્યોગકારે પોતાને અપગ્રેડ કરવાની તૈયારી રાખવી જાેઈએ. છેલ્લે, મધ્ય ગુજરાત ર૭ જેટલા ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. વીસીસીઆઈના પદાધિકારીઓ અને મેનેજિંગ કમિટીના સભ્યો તેમજ અન્ય ઉદ્યોગોના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી.