છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી તા. ૨૮-૨-૨૦૨૧ ના રોજ છે. આજ રોજ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા તમામ ઉમેદવારો ના ફોર્મ ની ચકાશણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર તાલુકાની ૬ જિલ્લા પંચાયત ની બેઠકો માટે ૩૨ ફોર્મ ભરાયા હતા જેમાંથી ૨૦ ઉમેદવારોના ફોર્મ મંજુર થયા હતા જયારે બાકીના ૧૨ ઉમેદવારોના ફોર્મ રદ કરાયા હતા. છોટાઉદેપુર તાલુકા પંચાયત ની કુલ ૨૬ બેઠકો માટે ૧૩૨ ઉમેદવારી પત્રકો ભરાયા હતા જેમાંથી ૫૪ ઉમેદવારો ના ફોર્મ રદ થઇ ૭૮ ઉમેદવારોના ઉમેદવારી પત્રક મંજુર કરાયા હતા. જયારે તેજગઢ જિલ્લા પંચાયત ની બેઠક માટે કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર સામે વાંધા અરજી આવતા તેમનું ફોર્મ રદ થતા મોટો અપસેટ સર્જાયો હતો . તેજગઢ બેઠક માટે સૌથી મોટા દાવેદાર તરીકે ગણાતા શીલાબેન નરસિંહભાઇ રાઠવા ને ૨૦૦૯ ના સુધારા મુજબ એક સમયે ત્રણ બાળકો હોઈ વાંધા અરજી આવતા તેમનું ઉમેદવારી પત્ર રદ થયું હતું. ઉમેદવારી પત્રો ની ચકાશણી પુરી થતા હવે ચૂંટણીના પડઘમ શરુ થઇ ગયા હતા. ઉમેદવારો પોતપોતાના વિસ્તારોમાં પ્રચાર કાર્ય અને બેઠકોમાં જાેતરાઈ ગયા હતા.