વોશિંગ્ટન 

ભારતના દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડને યુએસમાં એમઆઈટી સ્પોર્ટસ એનાલિસિસ કોન્ફરન્સમાં ભાગ લેવા આમંત્રણ અપાયું છે. પ્રથમ વખત અહીં ક્રિકેટ પર ચર્ચા યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.૮ અને ૯ એપ્રિલના રોજ યોજાનારી આ પરિષદની થીમ 'શો મી ધ ડાટા' છે. 

આ વર્ચુઅલ કોન્ફરન્સમાં દ્રવિડ ઉપરાંત ગેરી કિર્સ્ટન અને ઇશા ગુહા પણ ભાગ લેશે. કિર્સ્ટન ૨૦૧૧ ની વર્લ્‌ડ કપ વિજેતા ભારતીય ટીમનો કોચ હતા જ્યારે ગુહા ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ ક્રિકેટર છે અને હવે તે પ્રખ્યાત કમેંટેટર છે. ડેલ ટેક્નોલજીના ડિરેક્ટર આલોક સિંઘ આ ચર્ચાના આર્કિટેક્ટ હશે. ચર્ચાનો વિષય છે 'હાઉજડાટાઃ હાઉ એનાલિટિક્સ ક્રિકેટમાં ક્રાંતિ લાવી રહ્યું છે'.