ગોધરા, તા.ર૬ 

અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટેની ખાતમુહુર્ત વિધીમાં દેશભરમાંથી પવિત્ર નદીઓના જળ અને માટી મોકલવાના અભિયાનના ભાગરૂપે આજરોજ પંચમહાલ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા બે પવિત્ર નદીઓ ૧૮ પવિત્ર સ્થળોએથી માટી એકત્ર કરીને સંતો મહંતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે પૂજા અર્ચન કરવામાં આવ્યુ હતુ, સાથોસાથ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની ઐતિહાસીક લડતમાં સામેલ કાર સેવકોનુ પણ આજના પ્રસંગે સન્માન કરવામાં આવ્યુ હતુ.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેના ખાત મુહુર્તના શુભ પ્રસંગે પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ ત્રણ જિલ્લાઓમાંથી પવિત્ર લોકમાતા નદીઓના નીર અને ૧૮ જેટલા પવિત્ર સ્થાનોની માટી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના અગ્રણીઓ કાર્યકરો દ્વારા એકત્ર કર્યા બાદ ગોધરા સ્થિત ઝુલેલાલ ધર્મશાળામાં સંતો-મહંતોની હાજરીમાં આ જળ અને માટીની શાસ્ત્રોક્ત વિધી દ્વારા પુજા અર્ચન કરવાનો કાર્યક્રમ ભારે ઉત્સાહ પુર્વક યોજાયો હતો. અને આ પવિત્ર નદીઓના જળ અને માટી ભવ્ય રામ મંદિર નિર્માણના ખાત મુહુર્તમા ઉપયોગમા લેવામાં આવે આ નિયત સમયમાં અયોધ્યા ખાતે આજરોજ રવાના કરવામાં આવશે. આજના આપ્રસંગની સાથોસાથ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેની ચાલી રહેલ ઐતિહાસીક લડતમાં પ્રત્યક્ષ અને પરોક્ષપણે યોગદાન આપનારા કાર સેવકોનુ પણ આજના પ્રસંગે સન્માન કરવામાં આવ્યુ હતુ.