વડોદરા-

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુનું આવતીકાલ મંગળવાર તા.24 ના રોજ વડોદરા એરપોર્ટ ખાતે સાંજના 16.40 કલાકે આગમન થશે. વડોદરા એરપોર્ટ ખાતે પ્રોટોકોલ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર શ્રીમતી જીગીશાબેન શેઠ ,કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટ તેઓને આવકારશે. ત્યારબાદ તેઓ તુરત જ 16.45 કલાકે હવાઈ માર્ગે કેવડીયા જવા રવાના થશે. ઉપરાષ્ટ્રપતિ કેવડિયામાં યોજાનાર ૮૦ મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સમાં સહભાગી થશે.