જીએસટી મુદ્દે વેપારીઓ સાથે હોવાનું કોંગ્રેસ પ્રમુખના નિવેદન દરમિયાન સરકારે નિર્ણય પડતો મુક્યો

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે કાપડ ઉપર પાંચ ટકા જીએસટી હતો તેનો કમરતોડ વધારો કરી વેપારીઓને લૂંટવાનો કારસો સરકારે રચ્યો છે વેપારીઓને ઉદ્દેશીને કહ્યું કે જરા પણ ગભરાશો નહીં અમે તમારી પડખે આવીને ઊભા રહીશું વેપારીઓની ઢાલ બનીને ઊભા રહીશું અને સરકારને જણાવીશું કે જે સાચું કહે છે કે બોલે છે તેની આ સજા આપું છું શરમ કરો શરમ કરો સરકારને પ્રશ્ન કરીશું.જ્યારે વાઇબ્રન્ટ અંગે પુછતા તેમણે કહ્યું કે કોઈ ની ગંભીરતા જાેઈ વાઈબ્રન્ટના તાયફા બંધ રાખવા જાેઈએ અમે વાઇબ્રન્ટ નો વિરોધ કરતા નથી પરંતુ તમારા અહમ અને તાયફા ના ભોગે પ્રજાના જીવને જાેખમમાં ન મુકાય વધુમાં ઉમેરતાં કહ્યું કે ત્રીજી લહેર ખતરનાક છે તેવું સાયન્સ અને મેડિકલ કહી રહ્યું છે પરંતુ તંત્ર મંત્ર ને માનનારને આ સાયન્સ કે મેડિકલ ની ભાષા નહી સમજાય.ભાજપને હારે સાથે લેતા વધુમાં જગદીશ ઠાકોરે કહ્યું તે કાળી ને બધી ની સરકારને વિશ્વની સ્થિતિ જાણનાર સાથે વાત કરવી જાેઈએ થાળી અને તાળી જેવી આને કારણે તેમનો ગ્રાફ નીચે ઉતરે છે વારેવારે ઉત્સવોના ટાઈપ આનંદ મેળવ્યો હોય તેવા લાગી રહ્યા છે સરકારે કોરોના ની ગંભીરતા જાેઈને પગલા ભરવા જાેઇએ અને કાપડના વેપારીઓ પર નાંખેલા કમરતોડ ૧૨% જી.એસ.ટી ઘટાડવો જાેઈએ તેવી લાગણી અને માગણી ઠાકોરે વ્યક્ત કરી હતી.અત્રે નોંધનીય છે કે જગદીશ ઠાકોરે યોજેલી વેપારી ઉપર જીએસટી ના કારણ અંગે યોજેલી કોન્ફરન્સ દરમિયાન જ વેપારીઓના વિરોધ સામે ઘૂંટણિયે પડીને છેવટે જીએસટી નો વધારો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. જેથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ હવે શાંત પડી ગઈ છે.

કાપડ ઉદ્યોગ પર જીએસટી વધારવાના ર્નિણયમાં કેન્દ્રના થૂકીને ચાંટવા જેવા ર્નિણયને પ્રદેશ ભાજપ પ્રમુખે આવકાર્યો

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કાપડ ઉદ્યોગ પરના જીએસટીમાં વધારો કરાયા બાદ તેનો વિરોધ થયો હતો. જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં કરાયેલા વધારાને મોકૂફ રાખવાના ર્નિણય લીધો હતો, જેને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આવકાર્યો હતો. નવી દિલ્હી ખાતે જીએસટી કાઉન્સિલની આજે ૪૬મી બેઠક કેન્દ્રિય નાણાં મંત્રી ર્નિમલા સીતારમણની અધ્યક્ષતામાં મળી હતી. આ જીએસટી કાઉન્સીલની બેઠકમાં ગુજરાતના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ કેન્દ્રિય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ દ્વારા કાપડ ઉદ્યોગ ઉપરના જીએસટીને પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરાઈ છે. તેમાં ઘટાડો કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના આધારે કેન્દ્રિય નાણાં મંત્રી ર્નિમળા સીતારમણ દ્વારા કાપડ ઉદ્યોગ ઉપરનો જીએસટી પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરવાનો જે પ્રસ્તાવ હતો તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ ર્નિણયને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે આવકાર્યો છે. આ જીએસટી કાઉન્સીલની બેઠકમાં દેશના વિવિધ રાજ્યોના નાણા મંત્રીઓ સાથે ગુજરાતનાં કેબિનેટ નાણાં મંત્રી કનુ દેસાઈએ હાજરી આપી હતી.