જામનગર-

જામનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાની ચૂંટણી પહેલા રેકોર્ડ થયેલી એક ઓડિયો ક્લિપ વાઈરલ થઇ હતી. જેમાં મામા ભાણેજ વાત કરતા હતા અને ધારાસભ્ય ભાણેજને સમજાવતા હતા કે, આમાં કોઈ જીતે નહીં જાે આમ આદમી પાર્ટીમાં કોઈ જીતશે તો હું રાજીનામું આપી દઈશ. કાલાવડ તાલુકાના બેરાજા ગામની તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપના ઉમેદવાર વિજેતા બન્યા છે. ત્યારે ધારાસભ્ય પ્રવીણ ભાઈ મુસડીયા અને ભાણેજને સમજાવવાના પ્રયાસો કર્યા હતા કે,

આમાં ફોર્મ ભરાય નહીં અને તારે કામ કરવું હોય તો કોંગ્રેસમાં આવીને કામ કર. કોંગ્રેસમાંથી ટિકિટ મળી શકે તેમ છે અને તારે બીજું કંઈ કામ હોય તો મને કહેજે હું ધારાસભ્ય તો છું જ, ત્યારે આમ આદમી પાર્ટીના બેરાજા તાલુકા પંચાયતના વિજેતા થયેલા ઉમેદવારે કહ્યું હતું કે મારે તો ઉભું રહેવું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજીનામું આપવાનું કહેનારા ધારાસભ્ય પ્રવીણ મુસડીયાના પ્રતિભાવો પર સવાલ ઉઠવા પામ્યો છે.

આ વિસ્તારની ૨ બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં જીત મળી છે. તેમને વાઈરલ થયેલા ઓડિયોમાં જણાવેલું કે, જાે આપ પાર્ટી એક પણ બેઠક જીતશે તો તે રાજીનામું આપી દેશે. આ વાતની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. તેમણે આ ક્લિપમાં આપ પાર્ટીના નેતાને ભાજપનો ઘટક પક્ષ હોવાનો પણ દાવો કર્યો હતો. તેવામાં ભાણેજ સાથે વાત કરતા ધારાસભ્ય જે બેઠકની વાત કરતા હતા, તે જ બેઠક બેરાજ તાલુકા પંચાયતની આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. તો હવે ધારાસભ્યના પ્રતિસાદ કેવો આવશે તે એક સવાલ ઉઠ્યો છે.