સતત ત્રણ દિવસ વરસેલા વરસાદ અને નદીની સપાટી વધતાં પૂરની પરિસ્થિતિ સર્જાતાં કમાટીબાગમાં મગરનું બચ્ચું આવી ગયાની જાણ વાઈલ્ડલાઈફ રેસ્કયૂ સંસ્થાને કરાતાં સંસ્થાના કાર્યકરોએ રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યું હતું. જ્યારે વિશ્વામિત્રી નદીના પાણી પરશુરામ ભઠ્ઠા પાસેના નગરોમાં પ્રવેશતાં પાણી સાથે મગરો પણ આવી ગયા હતા. સુભાષનગરના રહીશોને અગાઉ જ તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા હતા, પરંતુ ઝુંપડાની છત પર અને આસપાસ મગરો ફરતા દેખાતાં સ્થાનિકોએ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.