વડોદરા, તા. ૯

છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિવાદો અને આક્ષેપોમાં સપડાઈ રહેલા શહેર પોલીસ પર હવે કાસમઆલાના નામચીન વોન્ટેડ બુટલેગર હુસૈન સુન્નીએ ખાલી ટ્રેનમાં બેસીને તેને કારેલીબાગ પોલીસે દારૂનો ધંધો કરવા માટે પરમીશન આપી હોવાનો આક્ષેપો કરતો વિડીઓ સોશ્યલ મિડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી.

કાસમઆલા બાળ રિમાન્ડ હોમની પાછળ ઝુંપડામાં રહેતો હુસેન કાદરમિયા સુન્ની લીસ્ટેડ બુટલેગર છે અને તેની સામે દારૂબંધીના અનેક ગુનાઓ તેમજ હુમલો અને ધમકી આપવાના પણ ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં કારેલીબાગ પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂનો જથ્થો છોડીને ફરાર થયા બાદ તેના દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી ચાર કેસ કર્યા છે જે ચારેય કેસમાં તે વોન્ટેડ છે. હુસેન સુન્નીએ આજે સોશ્યલ મિડિયામાં એક વિડીઓ વાયરલ કર્યો છે જેમાં તે નવાયાર્ડ ખાતે ખાલી ટ્રેનમાં બેસીને કારેલીબાગ પોલીસના પીઆઈ અને ડીસ્ટાફના જવાનો પર એવો આક્ષેપ કર્યો છે કે તેને કારેલીબાગ પોલીસના પીઆઈ અને ડીસ્ટાફના જવાનોએ જ દારૂ વેંચવાની પરમીશન આપી છે. વિડીઓમાં તે ગ્રાહકોને વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલનો ભાવતાલ જણાવી કોઈ પણ જાતના ડર વિના તેના ત્યાં દારૂ લેવા આવો તેઓને કશું જ નહી થાય તેમ જણાવી દારૂની બોટલની હોમ ડિલીવરી માટે તેનો મોબાઈલ ફોન નંબર જણાવ્યો છે. આ વિડીઓ આજે વાયરલ થતા જ શહેર પોલીસ તંત્ર વધુ એક વખત વિવાદમાં સપડાયું છે. આ બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકના નવનિયુક્ત પીઆઈ વી.એન.મહિડાએ જણાવ્યું હતું કે અમે હુસેનના ઘરની આસપાસ ચાલતા તેના વિદેશી દારૂના અડ્ડા પર વિતેલા અઠવાડિયામાં જ ચાર કેસ કર્યા છે અને ચારેય કેસમાં તે વોન્ટેડ છે. તેની ધરપકડ કરવા માટે પોલીસની ઘોંસ વધતા તે રઘવાયો થયો છે અને પોલીસનું મનોબળ તોડી પોલીસ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માટે તેણે આ વિડિઓ વાયરલ કર્યો છે. આ વિડીઓ બનાવવમાં તેના એક સાગરીતની પણ સંડોવણી હોવાની વિગતો મળતા તેની પણ અમે શોધખોળ શરૂ કરી છે.

ટ્રેનમાં વીડિયો બનાવતાં રેલવે પોલીસ પણ એકશનમાં

નામચીન બુટલેગર હુસેન સુન્નીએ ખાલી ટ્રેનમાં બેસીને તે નવાયાર્ડમાં છે તેમ કહી પોલીસ તંત્ર પર આક્ષેપો કરતો વિડિઓ વાયરલ કરતા રેલવે પોલીસ પણ એકશનમાં આવી છે. આ અંગે રેલવે એલસીબીના પીઆઈ ઉત્સવ બારોટે જણાવ્યું હતું કે હુસેને જાે રેલવેયાર્ડમાં કે ટ્રેનમાં ગેરકાયદે બેસીને આવા વિડીઓ વાયરલ કર્યા હશે તો તેની સામે રેલવે પોલીસ પણ પગલા લેશે.