પાલીતાણા, ધોમધખતાં તાપમાં તપીને પણપરિવારનું ગુજરાત ચલાવતાં મહેનતકસ લોકોને પણ હવે પોલીસ હેરાન પરેશાન કરી રહી હોવાનું વરવુ ઉદાહરણ પાલીતાણાના બજારમાં જાેવા મળ્યુ હતું. હિન્દુ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર ચાલી રહ્યા છે નવરાત્રી અને રમજાન માસ નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટાભાગે ધાર્મિક તહેવારો નિમિત્તે ધાર્મિક વિધિમાં શ્રદ્ધાભેર ધાર્મિક વિધિ અનુસાર કાર્ય કરી રહ્યા છે એવા સમયે પોલીસ તંત્ર દ્વારા સહયોગ આપી ખરા અર્થ માં પ્રજા ચિંતક અને રક્ષક તરીકે ની ઓળખ પૂરી પાડવી જાેઈએ અને આ કારમી મોંઘવારીમાં પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રેકડી ગલના પર પેટિયું રળતા વ્યક્તિઓને કાયદો વ્યવસ્થા સાથે સાથે ટ્રાફિક માં નડતરરૂપ ના થાય તેમ સંયમ સાથે ફરજ ના ભાગે યોગ્ય કાર્યવાહી કરી યોગ્ય માર્ગદર્શન આપી શાંતિ સલામતી જળવાય રહે એવા પ્રયાસો કરે એ પોલીસ ખરા પ્રજા રક્ષક મિત્ર તરીકેની ઓળખ પૂરી પાડી શકે પરંતુ સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગર જીલ્લાના પાલીતાણા વિસ્તારમાં આવેલ ભર બજારમાં જકાત નાકા પાસે પોલીસ તંત્ર દ્વારા ફળ ફ્રૂટ વેચનાર કોઇ શખ્સ ને ખાખી વર્દી નો રોફ નો મિજાજ કરતો વીડિયો ગત તારીખ ૯ ૪ ૨૦૨૨ ના રોજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેથી પાલીતાણા વિસ્તારના વ્યક્તિઓમાં ભારે કુતૂહલ જાેવા મળ્યું હતું આવી કારમી મોંઘવારીમાં ઉનાળાની ઋતુ ના ફળ ફ્રૂટ ગરીબ વ્યક્તિના પોલીસ દ્વારા જાહેરમાં રોડ રસ્તા પર ફેંકી દઈ ધ્રાક જમાવતો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો જેથી બુદ્ધિજીવી અને સ્થાનિક લોકોમાં ચોરે ને ચૌટે ચર્ચા ચાલી કે પોલીસ પ્રજાનો મિત્ર છે!!! કે શત્રુ???

પાલીતાણા શહેર ના બજરંગ દાસ ચોક થી એસ,ટી રોડ,આંબેડકર ચોક, તેમજ મુખ્ય બજારમાં લારી વાળા ઓ ફળ ફ્રુટ બકાલાઓ લઇને પોતાનું ગુજરાન ચલાવવા માટે ઊભા હોય ધોમ ધકતા તળકા હોય કે વરસતો વરસાદ કે હોઈ કળ કળતી ટાઢ, પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવવા રોડ રસ્તા ઓ પર આમ તેમ ફરતા અથવા અમુક સાઈડ માં લારી મુકાઇ તેવી જગ્યા હોય તો ત્યાં ઊભા રહીને દીવસ ના ચાર સૌ,પાંચ સૌ રૂપિયા કમાઇ ને પોતાના પરિવાર નુ આવી મોંધવારી માં જેમ તેમ કરીને ગુજરાન ચલાવતા હોઈ છે તેવામાં છેલ્લા દોઢ બે વર્ષ થી પાલીતાણા શહેર ના નાના મધ્યમ વર્ગીય લારી વાળાઓ જાણે કોઈ મોટા ગુનેગાર હોય તેવુ વર્તન પાલીતાણા પોલીસ દ્વારા કરવામાં આવે છે. અને દરરોજ માટે પાલીતાણાની મુખ્ય બજારમાં પોલીસ ની ગાડી આવે કે તરતજ લારીયુ વાળાઓ પોતાનો ધંધો છોડીને પોલીસ ના ડર થી આમ તેમ નાસ ભાગ કરી ખાંચા,ગલ્લીઓ ચાલ્યા જાય છે. ગુજરાતની સંવેદનશીલ સરકાર ગરીબો માટે ઘણી ખરી યોજનાઓ બહાર પાડી ગરીબોને સૌથી વધુ લાભ મળી રહે તેમજ આત્મ ર્નિભર બને તેના માટે યોજના બનાવે છે અને કામ કરી રહી છે તેવામાં સોસયલ મીડિયા મા ફરતા આવા વિડીયો શરમ જનક કહી શકાય.એ અંગે વિકાસની વાતો કરનાર નેતાઓએ અને ખરા પ્રજા ચિંતક પ્રજાના પ્રતિનિધિઓ એ પ્રજાહિત કાર્ય કરવું જાેઈએ..