વડોદરા : કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઈટોલા અને ગોસીન્દ્રા ગામોના વિસ્તારમાં વોટ માટે ખુલ્લેઆમ પૈસા વેચતા હોંવાનો વિડિયો વાઈરસ થયો છે.જાેકે, કોંગ્રેસના કાર્યકરોએ જ આ વિડિયો બનાવ્યો હોંવાનો દાવો કોંગ્રેસે કર્યો છે અને ભાજપના કાર્યકરો દ્વારા મત આપવા રૂપિયા વહેંચ્યા હોંવાનો આક્ષેપ કરી કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા ચૂંટણાી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. 

કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ ઉપેન્દ્રસિંહ રણા અને કોગ્રેસના અગ્રણી શૈલેષ અમીને ચૂંટણી અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે, પેટા ચૂંટણી દરમિયાન ઈટોલા તેમજ ગોસીન્દ્રા ગામ ખાતે ગરીબ મતદારોને રૂ.૨૦૦ આપીને ભાજપને મત આપવાનુ પ્રલોભન પોર ના એક ધ્રુવેશ પટેલ કરી રહ્યા હોંવાની ત્યાના સ્થાનિક કાર્યકરો દ્વારા તેની વિડિયો ઉતારીને આપેલી હતી.આ બાબતે ત્વરીત નોડલ અધિકારી આચારસંહિતાને ટેલીફોનિક ફરીયાદ કરી હતી.આમ રૂ.૨૦૦ આપીને મતદારોને પ્રલોભન આપવાનુ કાર્ય કરતા ભાજપના પોર ખાતે રહેતા કાર્યકરની ઓળખ થઈ ગયેલ હોંવા છતા તેમની સામે કોઈ કાર્યવાહી નહી કરી ખુલ્લે આમ ફરી મતદારોને પ્રલોભન આપી આદર્શ આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જાેકે, જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. કોંગ્રેસના અગ્રણી શેલેષ અમીને જણાવ્યુ હતુ કે, ઈટોલા અને ગોસીન્દ્રા ગામનો કેશ ફોર વોટનો જે વિડીયો આવ્યો છે. જે કોંગ્રેસના કાર્યકરોએ ઉતારોલો વિડીયો છે જેની અને પુષ્ટી કરીયે છે.આ વિડીયો સાચો છે.અને આ બાબતે અમે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે.