અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ ફિલ્મ બાદ વિદ્યા બાલન સ્ટારર ‘શકુંતલા દેવી’ ફિલ્મ ટૂંક સમયમાં્‌્‌ (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ થશે. હાલમાં જ એમેઝોન પ્રાઈમ વીડિયોએ તેના વર્લ્ડ પ્રીમિયરનું અનાઉન્સમેન્ટ કર્યું છે. આ ફિલ્મ બાયોપિક છે જેમાં વિદ્યા હ્યુમન કમ્પ્યુટર ગણાતા ગણિતજ્ઞ શકુંતલા દેવીના રોલમાં છે.

એમેઝોન પ્રાઈમે આ ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન કરી દીધી છે. ફિલ્મ સાથે જોડયેલ સૂત્રોનું કહેવું છે કે, પ્લાનિંગ મુજબ ગુલાબો સિતાબોની રિલીઝના થોડા દિવસ પછી જ એમેઝોન વિદ્યા બાલનની ફિલ્મ સ્ટ્રીમ થવાની હતી. જોકે, હવે આ પ્લાનિંગમાં ફેરફાર થયો છે. ગુલાબો સિતાબોની પોપ્યુલારિટી પર અસર ન પડે તે માટે એમેઝોને આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દીધી છે. હવે તેનું પ્રીમિયર ૩૦ જુલાઈના રાખવામાં આવ્યું છે. 

ગયા વર્ષે ડિસેમ્બરમાં વિદ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટ ૮ મે છે એવું જાહેર કર્યું હતું. કોરોના વાઇરસ મહામારી અને લોકડાઉનને કારણે થિયેટર બંધ કરી દેવામાં આવ્યા છે. તેને કારણે ફિલ્મોની રિલીઝ અટકી પડી છે. ૧૩ માર્ચ પછીથી ફિલ્મો રિલીઝ જ થઇ રહી નથી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે મેકર્સ થિયેટરને બદલે ફિલ્મને રિલીઝ કરવા માટે્‌્‌ પ્લેટફોર્મનો સહારો લીધો છે. અનુ મેનનના ડિરેક્શનમાં બનેલ આ ફિલ્મમાં વિદ્યાની સાથે સાન્યા મલ્હોત્રા અને જિશુ સેન ગુપ્તા લીડ રોલમાં છે.