સુરત

કેપ્ટન પ્રિયંક પંચાલ અણનમ ૫૭ અને ભાર્ગવ મેરાઇ ૫૭ ની અડધી સદીની મદદથી સોમવારે લાલા ભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાયેલી વિજય હઝારે ટ્રોફીની એલિટ ગ્રુપ એ મેચમાં ગુજરાતે ગોવાને આઠ વિકેટથી હરાવ્યું હતુ. ગોવાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દર્શન મિસલના-૬૪ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી ૪૪ રન ના સહારે ૪૫.૪ ઓવરમાં ૧૫૯ રન બનાવ્યા. ગુજરાત ના કેપ્ટન પંચાલ ના ૫૭ ચોગ્ગા અને ભાર્ગવના ૫૭ રનની મદદથી ૨૭.૪ ઓવરમાં ૧૬૨ રન બનાવીને મેચ જીતી લીધી હતી.

આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની આ પહેલી મેચ હતી અને આ જીતથી તેમને ચાર પોઇન્ટ મળ્યા હતા. ગોવાના દર્શન ઉપરાંત એકનાથ કેરકરે ૩૬, સ્નેહલ કોથંકરે ૨૩ અને ઇશાન ગડેકરે ૧૮ રન બનાવ્યા. ગુજરાત તરફથી હાર્દિક પટેલે ત્રણ અને ચિંતન ગાઝા, નાગાવાસવાલા અને પિયુષ ચાવલાએ બે-બે વિકેટ ઝડપી હતી.

ગુજરાત ઇનિંગમાં ધ્રુવ રાવલે ૩૭ અને હેત પટેલે અણનમ ૯ રન બનાવ્યા હતા. ગોવા તરફથી દીપરાજ ગાંવકર અને અમૂલ્યા પાંડેકરે એક-એક વિકેટ લીધી હતી.